ભગવાન પછી લોકો જો કોઈ બીજાને ભગવાનનું રૂપ માનતા હોય તો તે ડોક્ટરને માને છે. કારણ કે ડોક્ટર આકરી મહેનત કરીને લોકોનો જીવ બચાવી પોતાનું કામ કરે છે. ગમે તે પરિસ્થિતિમાં ડોક્ટર દર્દીનો જીવ બચાવવા મચી પડે છે. આવી જ એક ઘટના બેંગલુરુમાં બની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે.
દર્દીની સર્જરી માટે ડોકટરે લગાવી દોડ#Doctor #patient #Surgery #Run #Gujarat #GujaratiNews #Humdekhengenews pic.twitter.com/FXfhMNUn3G
— Hum Dekhenge News (@humdekhengenews) September 12, 2022
ડોક્ટર 3 કિમી દોડીને હોસ્પિટલ પહોંચ્યા
છેલ્લા કેટલાક દિવસોથી બેંગલુરુમાં જોરદાર વરસાદ થઇ રહ્યો છે. તેવામાં એક ડોક્ટરની કાર ટ્રાફિકમાં ફસાઈ જાય છે. અને આ ડોક્ટરને એક દર્દીની સર્જરી માટે હોસ્પિટલ પહોંચવું પડે એમ છે. જેથી તે કાર ત્યાના ત્યાં છોડીને જ રોડ પર દોડવાનું શરુ કરી દે છે. અને તેઓ 3 કિમી દોડીને હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ડોક્ટર મણિપાલ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજીના સર્જન ડો. ગોવિંદ નંદકુમાર છે. જેઓ 30 ઓગસ્ટના રોજ એક મહિલા દર્દીને લેપ્રોસ્કોપિક પિત્તાશયની સર્જરી કરવા જઈ રહ્યા હતા. પરંતુ તેઓ સરજાપુર-મરાથલ્લી પર જામમાં ફસાઈ ગયા હતા.
ડોકટરે દર્દીનો જીવ બચાવવા લગાવી દોડ
ડો. નંદકુમારે જણાવ્યું તેઓ સેન્ટ્રલ બેંગલુરુથી મણિપાલ હોસ્પિટલ સુધી રોજ મુસાફરી કરે છે. એ દિવસે પણ તેઓ સમય પહેલાં ઘરથી નીકળ્યા હતા. તેમની ટીમ સર્જરી માટે તૈયાર હતી. ટ્રાફિકજામને જોતાં ડોકટરે કારને ડ્રાઈવર સાથે છોડવાનું નક્કી કર્યું અને વિચાર્યા વગર હોસ્પિટલ જવા માટે દોડ લગાવી. ડોક્ટર નંદકુમારની ટીમ દર્દીને એનેસ્થેસિયા આપવાની તૈયારી કરી રહ્યા હતા. બીજી બાજુ ડોક્ટર ઓપરેશન થિયેટર પહોંચ્યા અને સર્જિકલ ડ્રેસ પહેરી ઓપરેશન શરૂ કર્યું. આખરે સર્જરી સફળ રહી અને મહિલા દર્દીને રજા આપવામાં આવી હતી.