બિઝનેસ

અનિલ અંબાણીની આ કંપનીની વેલ્યુ થઇ ઝીરો! તૂટી ગઈ ઉમ્મીદ, રોકાણકારોમાં હાહાકાર

Text To Speech

અનિલ અંબાણી : જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટેના છે. લોનની ચુકવણી ન કરી શકવાના કારણે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના શેરની કિંમત ઝીરો થઈ ગઈ છે.આ કંપની જે મિડકેપ 50 નો એક ભાગ હતી. તે સિવાય રિલાયન્સ કેપિટલ કોમર્શિયલ, હોમ ફાઇનાન્સ, ઇક્વિટી અને કોમોડિટી બ્રોકિંગ જેવા ક્ષેત્રોમાં પણ સેવાઓ પ્રદાન કરે છે.

રિલાયન્સ કેપિટલ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપની

હાલ આ કંપની નું ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે જ તમામ શેર ડીમેટમાંથી ડેબિટ કરવામાં આવ્યા છે.

અનિલ અંબાણી

પબ્લિક શેરહોલ્ડિંગ 94% થી વધુ

રિલાયન્સ કેપિટલમાં પબ્લિક શેરહોલ્ડિંગ 94% થી વધુ હતું. આનો સીધો અર્થ છે કે રિટેલ રોકાણકારો તેમાં વધુ હતા. અને તેમને સૌથી વધુ નુકસાન પણ વધુ  થયું હતું.

RBI એ કરી કાર્યવાહી

RBIએ રિલાયન્સ કેપિટલ સામે એનસીએલટી દાખલ કરવામાં આવી હતી. રિલાયન્સ કેપિટલને નાદાર જાહેર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. મૂલ્ય ઝીરો થઈ જતાં રોકાણકારો પરેશાન થયા છે. આ કંપનીએ રિલાયન્સ ગ્રાહકોને કેપિટલ ફાઈનાન્સ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે.

અનિલ અંબાણી

Back to top button