છેલ્લા બે દિવસથી અમદાવાદમાં ખરાબપોરે ઘોર અંધારું છવાઈ જાય છે અને ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડે છે. ત્યારે આજ રોજ બપોરના સમયે એકાએક આકાશમાં કાળા ડીબાંગ ઘેરાયા હતા. અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ સાથે સાથે જોરદાર પવન પણ ફૂંકાયો હતો. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે એટલે મંગળવારે પણ ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ….#Monsoon2022 #GujaratRains #rain #Gujaratrainupdate #ahmedabadrain #Ahmedabad #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/2tpWcywSMs
— Hum Dekhenge News (@humdekhengenews) September 12, 2022
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો છે. શહેરમાં ભરબપોરે અંધારપટ છવાઇ ગયો હતો. અંધારપટ્ટ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. શહેરના ઇસ્કોન, થલતેજ, સાયન્સ સીટી, અંબાવાડી, જોધપુર, પ્રહલાદનગર સહિત મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. હજુ તે પાણી ઓસર્યા નથી ત્યાં ફરી વરસાદ શરૂ થતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે.