RSS ના ડ્રેસને કોંગ્રેસે લગાવી આગ, તો ભાજપે કહ્યું, આ આદત તમારી છે !!!
હાલ કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે રાહુલ ગાંધી સતત તેમના કોઈને કોઈ કાર્યના કારણે ચર્ચામાં આવી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક ફોટો ટ્વિટ કરવામાં આવ્યો છે જેમાં RSS ના ડ્રેસને આગ લગાડવામાં આવી છે. જેની સાથે જ લખવામાં આવ્યું છે કે, દેશને નફરત ફેલવવાના માહોલથી મુક્ત કરવા માટે અને RSS-BJP દ્વારા કરવામાં આવેલા નુકસાનની ભરપાઈ કરવાની દિશામાં એક પગલું ભરી રહ્યા છીએ. અમે પોતાના ગોલ તરફ વધી રહ્યા છીએ.
To free the country from shackles of hate and undo the damage done by BJP-RSS.
Step by step, we will reach our goal.#BharatJodoYatra ???????? pic.twitter.com/MuoDZuCHJ2
— Congress (@INCIndia) September 12, 2022
આ વચ્ચે ભાજપના નેતાઓએ પણ કોંગ્રેસ ભડકી ગયા છે. તેમણે શીખ રમખાણથી લઇ મુંબઇ રમખાણ સુધીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. ભાજપે કહ્યુ કે કોંગ્રેસની આગ લગાવવાની જૂની આદત છે. અને અગાઉ પણ આમ કરતું આવ્યું છે.
કોંગ્રેસની આ ટ્વીટ પછી ભાજપના નેતા પ્રહાર કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ લખ્યુ, દેશને સળગાવવુ કોંગ્રેસની જૂની આદત રહી છે. 1984ના રમખાણ હોય, જલગાંવ હોય, મુંબઇ, હાશિમપુરા, ભાગલપુર હોય કે મેરઠ. આ યાદી લાંબી છે. શહજાદ પુનાવાલાએ કહ્યુ કે આપણે આ યાદ કરવુ જોઇએ કે કેવી રીતે 1984ના રમખાણને રાજીવ ગાંધીએ યોગ્ય ઠેરવ્યો હતો, તેમણે કહ્યુ, કોંગ્રેસ માત્ર દેશને સળગાવવા વિશે વિચારે છે.
Delhi | It's not 'Bharat Jodo Yatra' but 'Bharat Todo' and 'Aag Lagao Yatra'. This is not the first time Congress Party has done so. I want to ask Rahul Gandhi do you want violence in this country? Congress should take down this picture immediately: BJP's Sambit Patra pic.twitter.com/5nnK8y2GyW
— ANI (@ANI) September 12, 2022
ભાજપના નેતા સંબિત પાત્રાએ પણ વિરોધ વ્યક્ત કરતા કહ્યુ, આ તસવીરને ટ્વીટ કરીને રાહુલ ગાંધી શું તમે આ દેશમાં હિંસા ઇચ્છો છો? શું તમે ઇચ્છો છો કે લોકો એક બીજાને સળગાવે? આ ‘ભારત જોડો આંદોલન’ નહીં પણ ‘ભારત તોડો’ અને આગ સળગાવો આંદોલન છે. કોંગ્રેસે તુરંત આ તસવીરને હટાવવી જોઇએ.
આ પણ વાંચો : ‘રાહુલ બાબા’ની વિદેશી ટી-શર્ટ પર પોલિટિક્સ ! હવે શાહે કર્યા વાર
RSS રાયપુરના ડૉ. મનમોહન વૈધે કોંગ્રેસની તસવીર પર કહ્યુ, તે લોકો નફરતથી જોડવા માંગે છે, તેમના બાપ-દાદાએ સંઘનો તિરસ્કાર કર્યો અને પોતાની પુરી તાકાત સાથે સંઘને રોકવાનો પ્રયાસ કર્યો પણ સંઘ રોકાયો નથી, સંઘ સતત વધતો રહ્યો છે.