હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમના સ્વસ્થ્યની જાળવણી માટે દિલ્હી પહોંચ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે. આ તમામ વચ્ચે ભાજપમાં ક્યાંક આંતરિક વિવાદની પણ વાતો સામે આવી રહી છે. હમણા મળતી માહિતી મુજબ આણંદના સોજિત્રામાં ભાજપના પાંચ નગરસેવકોએ રાજીનામા આપ્યા છે. જે સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખની ગેરહાજરીમાં સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે.
જોડતોડની ગતિવિધિ
સોજીત્રા નગરપાલિકાના 5 કાઉન્સિલરોએ રાજીનામા આપી દીધા. ભાજપમાંથી પ્રાથમિક સભ્ય પદેથી તેઓએ રાજીનામું આપી દીધું છે. કાઉન્સિલરોએ સ્થાનિક સંગઠનથી નારાજ થઇને રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તદુપરાંત કેટલાક હોદ્દેદારો પર બદનામ કરવાનો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે. અગાઉ જસદણ તાલુકા ભાજપ પ્રમુખે રાજીનામું આપતા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું હતું.
ચૂંટણી ટાણે એક તરફ જોડતોડની ગતિવિધિઓના કારણે રાજકીય વર્તુળોમાં હલચલ ચાલી રહી છે ત્યારે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ શારીરિક તંદુરસ્તી માટે દિલ્હી જઈ રહ્યા છે. આ માટે એવું જાણવા મળી રહ્યું છેકે, પીએમ મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન પાટીલ સાથે તેમના ફીટ રહેવા અંગે ચર્ચા કરી હતી. જે પછી આગામી ચૂંટણીઓ સંદર્ભે આયોજનની પૂર્વ તૈયારીઓ કરવા ઉપરાંત શારીરિક રીતે ફીટ રહેવા માટે દિલ્હી ખાતેના હેલ્થ સેન્ટરમાં 10 દિવસ મેડીટેશન અને યોગ ક્રિયાઓના અભ્યાસ માટે દિલ્હી બોલાવ્યા છે.
આ પણ વાંચો : ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપનો નવો પ્લાન, ‘મુસ્લિમ મિત્રો’ બનાવવાની કવાયત
જો કે આ તરફ પાટીલ ગુજરાતની બહાર જવાની સ્થિતિ જોતાં ભાજપ પર દબાણ બનાવવા માટે પોલીસ દરોડાના આપ દ્વારા પાયાવિહોણાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમજ બીજી તરફ પાર્ટીની અંદર આણંદમાં સોજિત્રા ખાતે નગરસેવકોના રાજીનામાની વાતો પણ સામે આવી રહી છે. તેમ જોતાં એવું લાગી રહ્યું છે કે પાટીલ ગુજરાતની બહાર જતાં વિવિધ વિવાદો સામે આવી રહ્યા છે.