હેલ્થ

ગાયનું દૂધ વધુ ફાયદાકારક છે કે ભેંસનું? જાણો ફાયદા

Text To Speech

દૂધ પોષક તત્વોથી ભરપૂર છે. દૂધ એ બાળકનો પ્રથમ ખોરાક છે. બાળકના વિકાસ માટે, ડોકટરો દૂધ પીવડાવવાની ભલામણ કરે છે. દૂધ કેલ્શિયમ અને વિટામિન ડી નો સારો સ્ત્રોત છે. દૂધ પીવાથી હાડકા મજબૂત બને છે. દૂધમાં આવા ઘણા ગુણો જોવા મળે છે, જેના કારણે તેને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. બાળકોને દિવસમાં ઓછામાં ઓછું 2 ગ્લાસ દૂધ આપવું જોઈએ. વધતી ઉંમરમાં પણ તમારે દૂધનું સેવન કરવું જોઈએ. જો કે ઘણી વખત એ સમજાતું નથી કે ગાયનું દૂધ પીવું જોઈએ કે ભેંસનું દૂધ પીવું જોઈએ. ઘણીવાર લોકો ગાયના દૂધ અને ભેંસના દુધને લઈને મુંઝવણ અનુભવે છે કે ક્યાં દુધના ફાયદા વધું છે.

ગાય કે ભેંસ કયું દૂધ છે ફાયદાકારક?

  1.  ગાયના દૂધમાં ભેંસના દૂધ કરતાં ઓછી ચરબી હોય છે. ગાયના દૂધમાં 3-4 ટકા ફેટ હોય છે જ્યારે ભેંસના દૂધમાં 7-8 ટકા ફેટ હોય છે.
  2.  ગાયના દૂધમાં પ્રોટીન ઓછું હોય છે જ્યારે ભેંસના દૂધમાં વધુ પ્રોટીન હોય છે.
  3.  ગાયના દૂધમાં કેલરી ઓછી હોય છે. વજન ઘટાડવા માટે ગાયનું દૂધ પીવું જોઈએ. જ્યારે ભેંસના દૂધમાં વધુ કેલરી હોય છે.
  4. ગાયનું દૂધ પાતળું હોય છે. તેમાં લગભગ 90 ટકા પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે.એ જ ભેંસનું દૂધ ઘટ્ટ હોય છે, જે પચવામાં સરળ નથી હોતું.

ગાયનું દૂધ- humdekhengenews

આ પણ વાંચો: આંખોની આસપાસના ડાર્ક સર્કલથી પરેશાન છો?: તો અપનાવો આ ટિપ્સ

  1.  હાયપરટેન્શન અને કિડનીના રોગના દર્દીઓએ ભેંસનું દૂધ પીવું જોઈએ. ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે ગાયના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે.
  2.  ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતાં વધુ ફેટ હોય છે. આવી સ્થિતિમાં, જો તમને ઊંઘની સમસ્યા હોય તો તમારે ભેંસનું દૂધ પીવું જોઈએ.
  3.  બાળકોને ગાયનું દૂધ પીવડાવવું જોઈએ. તે પચવામાં સરળ છે. ગાયના દૂધમાં વિટામિન ડી નું પ્રમાણ વધુ હોય છે.
  4.  તમે તમારા શરીર અને જરૂરિયાત મુજબ કોઈપણ દૂધ પી શકો છો. આનાથી તમને ઘણો ફાયદો થશે.
Back to top button