વર્લ્ડ

પાકિસ્તાનમાં મંદિરો પરના હુમલાઓ વચ્ચે માનવતા મહેંકી, પૂરપીડિત 300 મુસ્લિમોને મંદિરમાં ખાવાની-રહેવાની સુવિધા અપાઈ

Text To Speech

પાકિસ્તાનમાં ભીષણ પૂરના કારણે પારાવાર મુશ્કેલી જોવા મળી છે. મદદ માટે લોકો વલખાં મારી રહ્યાં છે. ત્યારે પૂરગ્રસ્તની મદદ પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ આગળ આવ્યા છે. પાકિસ્તાનમાં હિન્દુ મંદિરમાં થતી તોડફોડને ભૂલાવીને, હિન્દુઓએ પૂરગ્રસ્ત લોકોની મદદ માટે મંદિરના દરવાજા ખોલી નાખ્યા છે. ખાસ કરીને બલૂચિસ્તાનના જલાલ ખાન ગામમાં હિન્દુઓ આગળ આવ્યા છે. મળતી માહિતી મુજબ મંદિરે લગભગ 200થી 300 પૂર પ્રભાવિત લોકો, જેમાં મોટા ભાગના મુસ્લિમો છે તેમને ખાવાનું તેમજ રહેવાની સુરક્ષિત જગ્યા આપી છે.

બાબા માધોદાસ મંદિરમાં મુસ્લિમોના આશરો
નારી, બોલન અને લહરી નદીઓમાં પૂરના કારણે ગામ અન્ય પ્રાંતથી કપાઈ ગયું છે. આ કારણે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવવા માટે વલખાં મારી રહ્યાં છે. આવા કપરાં સમયે ગામની ઉંચાઈએ સ્થિત 100 રૂમવાળા બાબા માધોદાસ મંદિર પૂરના પાણીથી સુરક્ષિત છે. મંદિરે પૂર પ્રભાવિત લોકો અને તેમના પશુઓને આશરો આપ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બાબા માધોદાસ વિભાજન પહેલાંના હિન્દુ સંત હતા. તેઓ વિસ્તારના મુસ્લિમો અને હિન્દુઓ પ્રત્યે સમાન આસ્થા હતા. બાબા માધોદાસ હંમેશા ધર્મ કરતાં માનવતાને વધુ મહત્વ આપતા હતા.

હિન્દુઓએ લાઉડ સ્પીકરમાં જાહેરાત કરી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જલાલ ખાનમાં વસતા મોટા ભાગના હિન્દુઓ રોજગારી મેળવવા તેમજ અન્ય કારણોને લીધે અન્ય શહેરોમાં વસી ગયા છે. કેટલાંક જ પરિવાર આ મંદિરની દેખરેખ માટે મંદિરના પરિસરમાં રહે છે. ભાગ નારી તાલુકાના એક દુકાનદાર 55 વર્ષના રતન કુમાર હાલ મંદિરના પ્રભારી છે. એક ડોટર ઈસરાર મુઘેરીએ મંદિરમાં મેડિકલ કેમ્પ લગાવ્યો છે. હિન્દુઓ દ્વારા લાઉડસ્પીકર પર મુસ્લિમોને મંદિરમાં આશરો લેવાની જાહેરાત કરવામાં આવી છે.

Back to top button