વર્લ્ડ

રશિયા-યુક્રેન યુદ્ધના 200 દિવસ પૂર્ણ, 5700થી વધુ નાગરિકોના મોત, જાણો સમગ્ર વિગત

Text To Speech

યુક્રેન પર રશિયાના હુમલાને 200થી વધુ દિવસ વીતી ગયા છે. પરંતુ યુક્રેન હાર્યું નથી. 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. હવે રશિયાના સંરક્ષણ મંત્રાલયે ખાર્કિવ શહેરમાંથી સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. યુક્રેનની સેનાએ વિરોધી સૈનિકોને સારી એવી ટક્કર આપી છે. જોકે આ 200 દિવસના યુદ્ધમાં યુક્રેનના લોકોનું ઘણું શોષણ થયું છે. અહીં માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે. યુક્રેનના એક અંગ્રેજી ન્યૂઝ પોર્ટલ અનુસાર અત્યાર સુધીમાં 5,767 યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે, જેમાંથી 383 બાળકો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન હુમલાના કારણે 20 લાખ લોકોએ સ્થળાંતર કર્યું છે અને 233 બાળકો ગુમ છે. રશિયાએ યુક્રેન પર 3,500 થી વધુ મિસાઈલો છોડી હતી.

યુક્રેને તેના સૈનિકોના મૃત્યુના આંકડા જાહેર કર્યા નથી

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુક્રેને તેના સૈનિકોના મૃત્યુના આંકડા જાહેર કર્યા નથી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સૈનિકોના મૃત્યુની સંખ્યા ઘણી વધારે હશે. આ સિવાય ઘણા સૈનિકોને યુદ્ધ કેદી પણ બનાવ્યા હશે. ત્યાં જ ખાર્કીવમાં જીતની જાહેરાત કરતા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું કહેવું છે કે શિયાળામાં યુદ્ધ કિવની પક્ષમાં હશે. ટૂંક સમયમાં તેને વધુ શક્તિશાળી હથિયારો મળવાના છે.

યુક્રેનની સેનાએ ફરીથી 3,000 વર્ગ કિલોમીટર પર કબજો જમાવી લીધો

યુક્રેનના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, અમે ખાર્કિવથી  ફરી યુદ્ધ શરૂ કર્યું છે. અમે માત્ર દક્ષિણ અને પૂર્વમાં જ નહીં પરંતુ ઉત્તરમાં પણ આગળ વધી રહ્યા છીએ. સરહદ સુધી પહોંચવા માટે માત્ર 50 કિમી. તેમણે કહ્યું કે યુક્રેનની સેનાએ ફરીથી 3,000 વર્ગ કિલોમીટર પર કબજો જમાવી લીધો છે. તો બીજી તરફ રશિયન સેનાનું કહેવું છે કે ખાર્કિવમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

Back to top button