અમદાવાદમાં AAP ના કાર્યાલય પર દરોડા મામલે રાજકારણ ગરમાયું છે. અમદાવાદમાં AAP ના કાર્યાલય પર પોલીસે દરોડા પાડ્યા હોવાનો દાવો આમઆદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ કર્યો છે. જ્યારે કે, અમદાવાદ પોલીસે આપના દાવાનું ખંડન કર્યું છે. અમદાવાદ પોલીસે ખુલાસો કર્યો છે કે, અમદાવાદના AAPના કાર્યાલય પર કોઈ દરોડા પડ્યા નથી. ત્યારે હવે ઓફિસ પર દરોડાને લઈને આમઆદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયું છે. આ બાદ આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો કે, આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ પર રેડ થઈ હતી.
આપનો દરોડાના દાવો
આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. અમદાવાદમાં AAP ના કાર્યાલય પર દરોડા પાડ્યાનો દાવો ઈસુદાન ગઢવીએ કર્યો. પોલીસે રેડ કર્યાનો ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી દાવો કર્યો. તો રેડના દાવા અંગે અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું. આપના નેતા ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું કે, આમ આદમી પાર્ટીની ઓફિસ પર ગુજરાત પોલીસની 2 કલાકની રેડમાં કંઈ મળ્યું નથી. તેઓ ફરી આવશે. AAP કાર્યાલય પર 2 કલાક રેડ ચાલ્યાનો દાવો કરાયો છે.
तीन पुलिस वाले आए थे। उनके पास कोई वॉरंट या कोई काग़ज़ नहीं था। ज़ाहिर है कि रेड “unofficial” थी। उसका record में कहीं ज़िक्र नहीं होगा। भाजपा का गुजरात में लोगों को तंग करने का यही स्टाइल है। https://t.co/e2HRuq7XEO
— Isudan Gadhvi (@isudan_gadhvi) September 12, 2022
પોલીસનો ખુલાસો
તો બીજી તરફ, AAPના કાર્યાલય પર દરોડા પાડ્યા નથી તેવો ખુલાસો અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને કહ્યું છે. અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને ઈસુદાનના દાવાનું ખંડન કર્યું છે. અમદાવાદ પોલીસે ટ્વીટમાં કહ્યું કે,ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળ્યા છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી. અમદાવાદના AAPના કાર્યાલય પર કોઈ દરોડા પડ્યા નથી.
ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે.
આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.— Ahmedabad Police ????♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 12, 2022
ગોપાલ ઈટાલિયાનો પોલીસ પર આરોપ
આપની ઓફિસ પર દરોડાનો માહોલ ગરમાયા બાદ ગોપાલ ઈટાલિયાએ અમદાવાદ પોલીસ પર પ્રહાર કર્યા છે. ગોપાલ ઈટાલિયાએ ટ્વીટમાં જણાવ્યું કે, નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી કેટલાક માણસો આવ્યા હતા. અમદાવાદ પોલીસના ટ્વીટ બાદ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી કે, આમઆદમી પાર્ટીની ડેટા ઓફિસ પર રેડ થઈ હતી. હિતેશભાઈ, પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું.
ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા.
ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.
— Gopal Italia (@Gopal_Italia) September 12, 2022
ભાજપનો પ્રહાર
ભાજપના નેતા ભરત ડાંગરે આપના દાવા વિશે કહ્યું કે, જો રેડ પડી હોય તો સીસીટીવી જાહેર કરો. તેઓ જુઠ્ઠા છે. તેમનાથી દિલ્હીની જનતા કંટાળી ગઈ છે, અને હવે તેઓ ગુજરાતમાં આવીને વાયદા કરે છે.