ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ASIA CUP: ઈન્ડિયન જર્સી પહેરીને ભારતીય ફેન્સને સ્ટેડિયમમાં આવવા ન દીધા, કહ્યું- પાકિસ્તાની કે શ્રીલંકાની જર્સી પહેરો

Text To Speech

એશિયા કપની ફાઈનલમાં ભારતીય ફેન્સની સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેના મુકાબલાને જોવા ભારતીય ફેન્સને એટલા માટે રોકવામાં આવ્યા કેમકે ફેન્સે ઈન્ડિયન જર્સી પહેરી રાખી હતી. એટલું જ નહીં ભારતીય ફેન્સને શ્રીલંકા કે પાકિસ્તાનની જર્સી પહેરવા માટે મજબૂર કરવામાં આવ્યા.

ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરનાર ફેન ક્લબ ભારત આર્મીના એક સભ્યએ રવિવારે દાવો કર્યો કે તેમને અને બે અન્ય પ્રશંસકોને ભારતીય જર્સી પહેરી હોવાને કારણે સ્ટેડિયમની અંદર ન આવવા દીધા. તેમને પરત મોકલી દેવામાં આવ્યા. ભારત આર્મીએ ટ્વિટર પર લખ્યું- “આ ઘણો ચોંકાવનારો વ્યવહાર હતો કે અમને અને અન્ય ભારતીય ક્રિકેટ પ્રશંસકોને ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને મેચ જોવા ન જવા દીધા.”

તેમને ICC અને ACCને ટેગ કરતા લખ્યું- અમારા કેટલાંક સભ્ય એશિયા કપની ફાઈનલ મેચ જોવા ગયા. જ્યાં લોકલ ઓફિસર અને પોલીસે તેમને કહ્યું કે તમે સ્ટેડિયમમાં પ્રવેશી નહીં શકો. તેમને ખરાબ વ્યવહાર કર્યો. આ અંગેનો તેમને એક વીડિયો પણ શેર કર્યો છે.

ભારત આર્મીની પોસ્ટ

એજબેસ્ટન ટેસ્ટમાં પણ થઈ હતી ગેરવર્તણૂંક
આ પહેલી વખત નથી જ્યારે ભારતીય ફેન્સની સાથે ગેરવર્તણૂંક થઈ હોય. આ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટમાં પણ ભારતીય ફેન્સની સાથે ભેદભાવ થયો હતો. 5મી ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડ ટીમના ફેન્સે નસ્લીય ટિપ્પણી કરી હતી. બાદમાં ECBએ મામલાની ગંભીરતા જોતા તપાસ કરાવી અને સ્થાનિક પોલીસે આરોપી ફેન્સની ધરપકડ કરી હતી.

કોણ છે ભારત આર્મી?
ભારત આર્મી ઈન્ડિયન ક્રિકેટ ટીમના ફેન્સનું એક ગ્રુપ છે. જે ટીમ ઈન્ડિયાને ફોલો કરે છે અને દેશ-વિદેશમાં ટીમ ઈન્ડિયાની મેચ જોવા જાય છે. આ ગ્રુપ 1999માં બન્યું હતું.

Back to top button