ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો ડીસામાં વેપારીઓ સાથે સીધો સંવાદ

Text To Speech

પાલનપુર : આમ આદમી પાર્ટીએ ગુજરાતના દરેક જિલ્લામાં જઈને વેપારીઓની સમસ્યા જાણવાની નવી મુહિમ શરુ કરી છે. ત્યારે વેપારી સાથે સંવાદ અંતર્ગત ડીસામાં લાયન્સ હોલ ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા હાજર રહ્યા હતા જેમણે વ્યાપારીઓ સાથે સંવાદ કર્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વેપારીઓને જણાવ્યું કે, રાજનીતિની અંદર બદલાવ લાવવાની વાતની શરૂઆત 2012માં અરવિંદ કેજરીવાલએ કરી. દેશની એક નવી સકારાત્મક રાજનીતિની ભેટ આપી છે. જેમાં માટે 75 વર્ષ સુધી સારી રાહ જોવી પડી. સારી રાજનીતિ એટલે શું?  સારી રાજનીતિ એટલે એમ કે પાર્ટીનાં પ્રતિનીધીઓ, પાર્ટીનાં માણસો, જનતાની સેવા કરી શકે અને વાત સાંભળીને નિર્ણય કરી શકે.

સરકાર બનતા જ આખા ગુજરાતમાંથી હપ્તા રાજ બંધ કરવામાં આવશે.

ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી જે બેફામ શાસન બન્યું છે. એના કારણે વેપારીઓને ત્રણ પ્રકારની મુખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

આમ આદમી પાર્ટી

વેપારીઓની સમસ્યા

પહેલી મુશ્કેલી છે. લાયસન્સ રાજ :- લાયસન્સોના કારણે વેપારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. એટલા માટે જ અરવિંદ કેજરીવાલએ સંકલ્પ લીધો છે કે ગુજરાતમાંથી લાઇસન્સ રાજને ખતમ કરવામાં આવશે.

બીજી મુશ્કેલી છે રેડ રાજ :- જો કોઈ માણસ અવાજ ઉઠાવે, પ્રશ્ન પૂછે. ભાજપની રેલીઓમાં ન જાય અને ભાજપને ફંડ ન આપે તો એના ત્યાં રેડ પડતી હોય છે.ત્યારે જે રીતે દિલ્હીમાંથી રેડ રાજને ખતમ કરવામાં આવ્યું આ જ પ્રમાણે ગુજરાતમાં પણ રેડ રાજને ખતમ કરવામાં આવશે.

વેપારીઓની ત્રીજી મુશ્કેલી છે હપ્તા રાજ :- આખા ગુજરાતમાં ઠેર ઠેર નાના મોટા વ્યાપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવવામાં આવે છે અને વેપારીઓની મહેનતની કમાણીને છીનવી લેવામાં આવે છે આ બધા પાછળ કોણ છે? કોણ હપ્તાના ચલાવી રહ્યું છે?

નાના વેપારીઓની જીએસટી નીઅડચણો દૂર કરાશે

નાના વેપારીઓને સરકારી દસ્તાવેજ કરાવવામાં ઘણી અડચણો પડે છે. કાયદાઓ ખૂબ જ અઘરા બનાવવામાં આવ્યા છે, સામાન્ય માણસ ગૂંચવાઈ જ જાય. એટલે GST ઓફિસે એવા વ્યક્તિની વ્યવસ્થા કરવામાં આવશે જે વેપારીઓને કાયદાકીય કામોમાં મદદ કરશે. GST અને VATના રિફંડ ક્લીઅર કરવામાં આવશે. જોકે સૌથી વધુ પ્રશ્નો જીએસટી ને લગતા વેપારીઓએ રજૂ કર્યા હતા. જેને લઈને જીએસટી ના કાયદાથી વ્યાપારીઓને પડતી મુશ્કેલીઓ અને નારાજગી વેપારીઓમાં પ્રદર્શિત થઈ હતી. તેનો ઉકેલ લાવવા માટે ગોપાલ ઇટાલીયા એ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે લોકોનો સહકાર માગ્યો હતો.

Back to top button