સ્પોર્ટસ
નીરજ બડગુજર સહિત ચાર લોકોએ લદ્દાખમાં 11 હજાર ફૂટ પર પૂર્ણ કરી 21 કિમીની મેરેથોન
ગુજરાતના ચાર દોડવીરોએ સૌથી મુશ્કેલ ગણવામાં આવતી લદ્દાખ મેરેથોન પૂર્ણ કરી છે. ગુજરાતના આઈપીએસ અધિકારી નીરજ બડગુજર સહિત ચાર લોકોએ 11,555 ફૂટની ઊંચાઈ પર 21 કિમીની મેરેથોનમાં ભાગ લઈ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
તાજેતરમાં ભારતના સૌથી ઊંચા પોઈન્ટ લદ્દાખ ખાતે મેરેથોનનું આયોજન થયું હતું. જેમાં ગુજરાત કેડરના IPS અધિકારી નીરજ બડગુજર ઉપરાંત મેઘાલ ચક્રવર્તી, જતિન પટેલ અને શ્રીકાંત લાઠીગરાએ સાથે મળીને 21 કિમીની મુશ્કેલ ગણાતી મેરેથોન પૂર્ણ કરી હતી.
લદ્દાખની હવામાન પરિસ્થિતિ અને આટલી ઊંચાઈ પર જ્યાં શ્વાસ લેવામાં પણ મુશ્કેલી આવતી હોય તેવી જગ્યા પર 21 કિમીના મેરેથોન પૂર્ણ કરીને ગુજરાતની ટીમે સૌ કોઈને ચોંકાવી દીધા છે. લાંબા સમયથી તેમની પ્રેક્ટિસના કારણે તેઓ આ દોડ પૂર્ણ કરી શક્યા છે.