હેલ્થ

હાઈ કોલેસ્ટ્રોલના દર્દીએ આ ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ

Text To Speech

હાલના દિવસોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી રહી છે. કોલેસ્ટ્રોલ એ આપણા લોહીમાં જોવા મળતો મીણ જેવો પદાર્થ છે, જે શરીરમાં બને છે. જો કે કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે જરૂરી છે, પરંતુ જ્યારે તેનું સ્તર સામાન્ય કરતા વધારે થઈ જાય છે, ત્યારે સમસ્યાઓ શરૂ થાય છે. જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે તે રક્તવાહિનીઓમાં એકઠું થાય છે અને રક્ત પ્રવાહને અસર કરીને સ્ટ્રોક જેવા ગંભીર જોખમો પેદા કરી શકે છે. ત્યારે યોગ્ય ખોરાક લેવાથી અને શારીરિક પ્રવૃત્તિ કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. ખાવા-પીવામાં બેદરકારીને કારણે કોલેસ્ટ્રોલનું સ્તર ઝડપથી વધે છે. આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેવન કોલેસ્ટ્રોલના દર્દીઓએ બિલકુલ ન કરવું જોઈએ. આમ કરવું જોખમી બની શકે છે.

કયો ખોરાક કોલેસ્ટ્રોલ વધારે છે? 

રેડ મીટ:

રેડ મીટમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જેનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઝડપથી વધી શકે છે. તેના બદલે તમે ચામડી વગરનું ચિકન અથવા માછલી ખાઈ શકો છો. જો તમે શાકાહારી છો તો કઠોળ ખાવાથી ઘણો ફાયદો થઈ શકે છે. જેમેકે મગ, ચણા, વાલ, વટાણા અને મસૂર તેમજ મઠ પણ ઉત્તમ કઠોડ માનવામાં આવે છે.

તળેલી વસ્તુઓ ન ખાવીઃ

મોટાભાગના લોકોને તળેલી વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે, તેમા પણ ઘણા લોકો ચિપ્સ અને પડિકામાં મળતા ખોરોકના દિવાના હોય છે. તેમજ ઘણા લોકોને બજારમાં મળતા ભજીયા ખાવાનો પણ શોખ હોય છે. ત્યારે આવી તળેલી વસ્તુઓનું અતિશય સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

હાઇ કેલરી વારો ખોરાક :

પિઝા, હોટ ડોગ્સ સહિતના આ ખોરાકથી કેન્સર અને હૃદય રોગનું જોખમ વધે છે. તેમજ તેમાં હાઇ કેલરી હોય છે. ત્યારે આવા ખોરાક શરીરની પાચન ક્રીયામાં અસર કરે છે.

 પ્રોસેસ્ડ ફૂડ ટાળો :

પ્રોસેસ્ડ ફૂડ એટલે કે બનાવીને મુકી રાખેલા આવા ખોરાક ઘણા જ હાનીકારક સાબિત થઈ શકે છે. પ્રોસેસ્ડ ફૂડમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. કોલેસ્ટ્રોલ સાથે સંઘર્ષ કરતા લોકોએ આવો ખોરાક ટાળવું જોઈએ.

Back to top button