ટોપ ન્યૂઝધર્મનેશનલ

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની વયે નિધન

Text To Speech

ભારતીય હિન્દુ ધર્મના દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની વયે નિધન થયું છે. જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સરસ્વતીજી 99 વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

shankaracharya death

છેલ્લાં ઘણા સમયથી તેઓ બીમાર હતા. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા. તેમણે હાલના રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી. ભારતીય હિન્દુ સમાજમાં સ્વરૂપાનંદ સરસ્વતી સૌથી મોટા ધર્મગુરુ માનવામાં આવે છે.

તેમના નિધનના પગલે ભક્તોમાં અને લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. આ ઉપરાંત તેઓ અવારનવાર તેમના નિવેદનનો કારણે તેઓ વિવાદમાં આવતા હતા.

આ પણ વાંચો : પિતૃપક્ષ શ્રાદ્ધ : કેમ કાગડાને જ વાસ?, જાણો વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય

Back to top button