ગુજરાતસ્પોર્ટસ

નેશનલ ગેમ્સમાં વડોદરાના ત્રણ શૂટર્સની પસંદગી

Text To Speech

સપટેમ્બર માસથી શરુ થવા જઇ રહેલ નેશનલ ગેમ્સમાં વડોદરાના ત્રણ શૂટરો પસંદગી પામતા સમગ્ર ગુજરાતમાં ખુશી છવાઇ છે. ગુજરાતમાં  આ વર્ષે 36મી નેશનલ ગેમ્સનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જે પહેલા નેશનલ ગેમ્સની્ 35મી સિઝન કેરલા ખાતે રમાય હતી. જે બાદ આ વર્ષે 36મી સિઝનને હોસ્ટ કરવાનો મોકો ગુજરાતને મળ્યો છે. આથી ગુજરાતના અમદાવાદ,ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, સહિતના અલગ અલગ શહેરમાં કાર્યક્રમ યોજાનાર છે. જેમાં તા 27 સપ્ટેમ્બરથી લઈને 10મી ઓક્ટોમ્બર સુધી ગે્મ યોજાવા જઈ રહી છે. ત્યારે આ નેશનલ ગેમ્સમાં વડોદરાના ત્રણ શૂટર્સની પસંદગી થઈ છે.

મળતી માહિતી મુજબ ગુજરાતમાં સૌ પ્રથમ વખત નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે આ ગેમ્સમાં તીરંદાજી, કબડ્ડી, ફૂટબોલ, શૂટિંગ, ગોલ્ફ, ટ્રાએથ્યોલોન, રોલર , સ્કેટિંગ જેવી અનેક રમતોનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે શૂટિંગમાં વડોદરાના ત્રણ શૂટર્સની પસંદગી કરવામાં આવી છે.જેથી ગુજરાતના શૂટર્સ નેશનલ ગેમ્સમાં ગુજરાતનો ડંકો વગાડશે. જેના કારણે સમગ્ર વડોદરા સહિત ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ત્યારે આ ગેમ્સનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉદઘાટન થવા જઈ રહ્યું છે તેમજ સુરતમાં તેનુ સમાપન થવાનું છે. જેમાં અમદાવાદમાં 14 રમતો , ગાંધીનગરમાં 8 રમતો, તેંમજ રાજકોટમાં 2 અને ભાવનગરમાં 1 રમતનું આયોજન થવાનું છે. ત્યારે આ ગેમ્સમાં દેશભરના હજારો લોકો ભાગ લેશે.

Back to top button