‘રેબલ સ્ટાર’ તરીકે જાણીતા પ્રભાસના કાકા અને એક્ટર કૃષ્ણમ રાજુ નું નિધન
સાઉથ સિનેમામાંથી શોકિંગ સમાચાર આવ્યા છે. સાઉથના પોપ્યુલર એક્ટર તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી યૂ.વી.કૃષ્ણમ રાજૂનું નિધન થયુ છે. કૃષ્ણમ રાજૂએ 82 વર્ષની ઉંમરમાં હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. યૂ.વી.કૃષ્ણમ રાજૂના નિધનથી સાઉથ સિનેમામાં સન્નાટો પ્રસરી ગયો છે. આ સમાચારથી બધા લોકો શૉકમાં છે.
યૂ.વી.કૃષ્ણમ રાજૂ બીમાર હતા, તેમની હૉસ્પિટલમાં સારવાર ચાલતી હતી. મળતી માહિતી મુજબ, તે COVID-19 પછી તકલીફોથી ઝઝુમી રહ્યા હતા, તેમણે 5 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું હાર્ટ બગડી ગયુ હતુ. એક્ટરની કિડની પણ બરાબર કામ કરતી ન હતી. યૂ.વી.કૃષ્ણમ રાજૂને જ્યારે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા ત્યારથી તે વેન્ટિલેટર સપોર્ટ પર હતા.
બાહુબલી સ્ટાર સાથે ખાસ કનેક્શન
યૂ.વી.કૃષ્ણમ રાજૂ સાઉથ ફિલ્મ બાહુબલીના સુપરસ્ટાર પ્રભાસના કાકા હતા. તે ખુદ પણ એક શાનદાર એક્ટર હતા, તેમને ટૉલીવુડમાં રેબલ સ્ટારના નામથી ઓળખવામાં આવતા હતા.
આ પણ વાંચો: અમિત શાહે અમરેલીના કાર્યક્રમમાં રાજ્યના ડેરી ઉદ્યોગના કર્યા વખાણ…
આ ફિલ્મોમાં કર્યુ કામ
યૂ.વી.કૃષ્ણમ રાજૂ સાઉથ સિનેમાના એક મોટા સ્ટાર હતા. તેમણે પોતાની કરિયરમાં આશરે 180થી વધારે ફિલ્મમાં કામ કર્યુ છે. સાઉથ સિનેમામાં તેમણે પોતાના બાગી કેરેક્ટર્સથી એક ટ્રેંડ સેટ કર્યો હતો. માટે તેમણે રેબેલ સ્ટાર પણ કહેવાતા હતા. તેમણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1966માં તેલુગુ ફિલ્મ ‘Chilaka Gorinka’ સાથે કરી હતી. ફિલ્મમાં શાનદાર કામ કરવા માટે તેઓને ઘણા એવોર્ડસથી પણ સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.
યૂ.વી.કૃષ્ણમ રાજૂ એક્ટિંગની સાથે રાજકારણનો પણ ભાગ રહ્યા છે. તે બે વખત લોકસભા સભ્ય રહ્યા હતા, તેમણે અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીના રૂપમાં કામ કર્યુ. આટલી મોટી શખ્સિયતના એમ જ જતા રહેતા દરેક હરકોઇ ઉદાસ થય ગયા છે.
PM મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરતા કહ્યુ, યુવી કૃષ્ણમ રાજુ ના નિધનથી દુઃખી છું. આવનારી પેઢીઓ તેમની સિનેમેટિક તેજસ્વીતા અને સર્જનાત્મકતાને યાદ કરશે. તેઓ સામુદાયિક સેવામાં પણ અગ્રેસર હતા અને એક રાજકીય નેતા તરીકેની પણ છાપ ઉભી કરી હતી. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના.