પિતૃપક્ષ શ્રાદ્ધ : કેમ કાગડાને જ વાસ?, જાણો વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય
ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકમ તિથિથી અમાસ સુધી શ્રાદ્ધ કરવામાં આવે છે. આ વખતે પિત્રુ પક્ષ 16 દિવસ સુધી ચાલશે. અને દિવસો દરમિયાન દરેક તિથિએ પોતાના પૂર્વજોના માનમાં લોકો ભોજન કરાવે છે અને તર્પણ કરે છે. આ મહિનાનાં પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધમાસમાં પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે કર્મ કરવામાં આવે છે. પિતૃપક્ષના શ્રાદ્ધમાં આપણે પિતૃઓનું તર્પણ કરીને તેમને યાદ કરતા હોઈએ છે. આથી આ દિવસે ઘરના સભ્યો ભેગા થઈ ભોજન બનાવી પિતૃઓને ધરાવી તેમના નામે તર્પણ કરે છે. અને આ ભોજનને વાસ રુપે કાગળાને ખવડાવવામાં આવે છે. ત્યારે આ વાસ માત્ર કાગળાને જ કેમ નાંખવામાં આવે છે કેમ અન્ય કોઈ પક્ષીને વાસ નાંખવામાં નથી આવતુ.
સૌથી મહત્વની વાત શ્રાદ્ધ માસમાં કાગડાઓને કાગવાસ કેમ નાખવામાં આવે છે?
વાસ નાંખવા પાછળ વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય જોડાયેલ છે. તેમજ કેહવામાં આવે છે કે ગરુડ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે, કાગડો યમરાજાનું સંદેશાવાહક છે. શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને કાગવાસ નાંખવા થી પિતૃલોકની અંદર રહેલા તેના પિતૃઓને તૃપ્તિ મળે છે. તેમાય મૂળ વાતતો એ છે કે,કાગડાઓ ભાદરવા મહિનામાં ઇંડા મુકે છે અને તેના બચ્ચાંઓને પોષણ મળી રહે તે માટે કાગ ને જ વાસ નાંખવામાં આવે છે તેમજ ખીરમાં આવતા ચોખા અને દૂધ તે શક્તિ અને પોષણ પૂરુ પાડે છે.