દેશભરમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો અને લોકો રસ્તાઓ પર પણ ઉતરી આવ્યા હતા. જોકે તેમ છતાં કેન્દ્ર સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી હતી અને તેની ભરતીઓ બહાર પડવાનું શરૂ થઈ ગયું છે.
આ બધા વચ્ચે સંરક્ષણ મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં અગ્નિપથ યોજના અંગે માહિતી આપવાનો ઈનકાર કર્યો છે અને આ યોજનાને એક પ્રકારની સીક્રેટ ફાઈલ ગણાવી છે. સાથે જ અસ્વીકાર કરવા પાછળ તે પારદર્શિતા કાયદા અંતર્ગત નથી આવતી તેમ પણ જણાવ્યું છે.
રક્ષામંત્રાલયે એક RTI દ્વારા અગ્નિપથ સ્કીમની જાણકારી માગવા પર કહ્યું કે, આ ફાઈલ સીક્રેટ છે. હકીકતમાં રક્ષામંત્રાલયમાંથી રાઈટ ટૂ ઈન્ફોર્મેશન દ્વારા અગ્નિપથ સ્કીમ સંબંધિત જાણકારી માગવામાં આવી હતી. પણ મંત્રાલયે એક લેટર લખીને જવાબ આપ્યો છે કે, જેમાં આ ફાઈલ સીક્રેટ માર્ક હોવાની વાત કહી છે. મંત્રાલયે જાણકારી નહીં આપવા પાછળ આ કારણ બતાવ્યું છે.
હકીકતમાં પુનાના રહેવાસી એક આરટીઆઈ કાર્યકર્તા વિહાર દુર્વેએ આ જાણકારી માગી હતી. આરટીઆઈ કાર્યકરે આંતર મંત્રાલય વિચાર-વિમર્શ અને વર્તમાન ભરતી યોજનાઓને બદલવા માટે તેને શરૂ કરવાના કારણો અંગે જાણકારી માગી હતી. તેમાં રોજગારીના સમયગાળા અંગે પણ સવાલો હતા. 23 જુલાઈ 2022ના રોજ પોતાની આરટીઆઈ અરજીમાં દુર્વેએ યોજના અંતર્ગત ભરતી માટે વેતન પેકેજ અને ભથ્થાઓ અંગેની ચર્ચા વિશે સવાલ કર્યા હતા.
જાણકારોનું કહ્યું છે કે, RTIના સેક્શન 8 અને 9 અંતર્ગત આવી જાણકારી આવે છે, જેને આપવાની ના પાડી શકાય છે. આપને જણાવી દઈએ કે, 14 જૂલાઈ 2022ના રોજ રક્ષામંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ સ્કીમની ઘોષણા કરી હતી. તેમાં 2022ના ડિસેમ્બર અને 2023ની ફેબ્રુઆરી સુધીમાં 46 હજાર જવાનોની ભરતી કરવામાં આવશે.
પસંદ થયેલા અગ્નિવીરોમાંથી 1/4ને સેનામાં પરમાનેંટ નોકરી આપવામા આવશે. તેમણે કહ્યું હતું કે, અગ્નિવીરોને 30 હજાર રૂપિયા માસિક વેતન આપવામાં આવશે. જેમાં ચોથા વર્ષમાં 40 હજાર આપવામા આવે. 4 વર્ષ પુરા કર્યા બાદ સેવા સમાપ્ત થઈ જશે અને 11 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અવસરે સરકારનુ કહેવુ હતું કે, આ રકમ દ્વારા તે પોતાનો રોજગાર શરુ કરી શકશે અથવા તો ફરી આગળનો અભ્યાસ શરુ કરી શકશે.