સુરત: સચિન GIDCમાં બોઈલર બ્લાસ્ટ, ચારના મોત
સુરતની સચિન GIDCમાં આવેલી અનુપમ રસાયણ કંપનીમાં શનિવારે રાત્રે આગ લાગતાં 4 લોકોના મોત થયા છે.જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનામાં પ્રોડકશન ઇન્ચાર્જ સહિત ચાર જણા મોતને ભેટયા હતા.પ્રોડકશન ઇન્ચાર્જ અંકુર પટેલના મોતને પગલે પરિવારમાં શોક છવાયો છે. અન્ય ત્રણ મૃતકની ઓળખ કરવામાં આવી રહી છે. મોડી રાત્રે કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.કંપનીમાં આગ લાગી હોવાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.સચિન GIDCમાં કેમિકલ બનાવતી અનેક કંપનીઓ કાર્યરત છે.
સુરત : સચીન GIDCમાં અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાએક આગ લાગતા અફરાતફરી જોવા મળી, 10 ઘાયલ, 4 ના મોત#Surat #GIDC #chemical #chemicalfectory #fire #suratnews #Gujarat #Gujaratinews #Humdekhengenews pic.twitter.com/6GWoQ6vby2
— Hum Dekhenge News (@humdekhengenews) September 11, 2022
ફેકટરીમાંથી 15 લોકોનું રેસ્ક્યુ
આ અકસ્માત અંગેની માહિતી પ્રાપ્ત થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. અત્યાર સુધીમાં કંપનીમાંથી કુલ 15 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.અહીં નોંધનીય છે કે ફાયરના જવાનો હાલ આગને કાબુમાં લેવા માટે મથામણ કરી રહ્યા છે.
ઈજાગ્રસ્ત થતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા
સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી અનુપમ રસાયણ કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 શ્રમિકો દાઝ્યા થયા હતા. જેમાંથી ગંભીર ઈજાગ્રસ્ત 3 લોકોને સારવાર અર્થે તાબડતોબ નવી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો
અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાએક આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી. કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા, તે સમયે જ આગ લાગી હતી. આ આગ જોત જોતામાં ખૂબ જ પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગની જાણ થતા 30થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર આગ ઉપર કાબુ મેળવવા પહોંચી હતી અને 4થી 5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો.