સ્વામી વિવેકાનંદે એવું તો શું કહ્યું, કે જેનાથી ભારતને વિશ્વમાં એક અલગ ઓળખ મળી
તા. 11 સપ્ટેમ્બર 1893 માં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના ભાષણે ભારતને એક અલગ ઓળખ અપાવી હતી. શિકાગોમાં યોજાયેલ પરિષદ્ માં સ્વામિજીએ એવુ તો શું કહ્યુ કે ભારતને જગમાં ખ્યાતિ મળી.
1893ની આજની જ તારીખે વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ઘર્મ સંમેલનમાં ભાગ લીધો હતો. અહી બઘા ઘર્મના પુસ્તો રાખવામાં આવ્યા હતા. તેમાં ભારતના ઘર્મના વર્ણન માટે શ્રિમદ ભાગવત ગીતા રાખવામાં આવેલ હતી. જેની ત્યાંના લોકોએ ખુબ જ મજાક ઉડાવી હતી પરંતુ તે જ્યારે સ્વામી વિવેકાનંદજીએ તેમના આઘ્યાત્મ અને જ્ઞાનથી ભરપુર ભાષણની શરૂઆત ”અમેરિકી બહેનો અને ભાઇઓ” શબ્દથી કરી ત્યારથી જ આખો સભાગાર તાળીયોના ગડગડાટથી ગુંજી ઉઠયો.
સ્વામી વિવેકાનંદના ભાષણમાં વૈદિક દર્શનનું જ્ઞાન હતું, તે સાથે વિશ્વમાં શાંતિથી જીવવાનો સંદેશ પણ છુપાયેલો હતો, તેમણે ભાષણમાં કટ્ટરતાવાદ અને સંપ્રદાયિકતા પર આકરા પ્રહારો કર્યા હતા. આ સમયથી ભારતની એક નવી ઓળખ ઉભી થઇ અને સાથે સાથે સ્વામી વિવેકાનંદજી ૫ણ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઇ ગયા.
જ્યારે પણ સ્વામી વિવેકાનંદની વાત આવે છે ત્યારે અમેરિકાના શિકાગોની ધર્મ પરિષદમાં વર્ષ 1893માં તેમણે આપેલા આ ભાષણને જરૂર યાદ કરવામાં આવે છે, જણાવી દઈએ કે ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે 125 વર્ષ પહેલા 1893માં ભાષણ આપ્યું હતું. જેમાં સ્વામીજીએ કહેલા પહેલા જ વાક્ય પર સમગ્ર શ્રોતાગણોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. જેમાં સ્વામિજીએ કહ્યુ હતુ કે મારા અમેરિકી ભાઈઓ અને બહેનો, તમે જેવી રીતે સૌહાર્દ અને સ્નેહ સાથે અમારું સ્વાગત કર્યું તે પ્રતિ આભાર વ્યક્ત કરવા ઉભા થતી વખતે મારું હ્રદય અવર્ણનીય હર્ષથી છલકાઇ ગયું છે. સંસારમાં સંન્યાસીઓની સૌથી પ્રાચીન પરંપરા તરફથી હું તમારા સૌનો આભાર વ્યક્ત કરું છું, ધર્મોની માતા તરફથી ધન્યવાદ આપતા હું અને તમામ સમ્પ્રંદાયો અને મતોના કોટિ કોટિ હિંદુઓ તરફથી ધન્યવાદ આપું છું. આટલુ કેહતા જ લોકો તેમના શબ્દોને સાંભળીને સમગ્ર પરીષદ ગદગદિત થઈ ગઈ હતી.
તે બાદ વક્તાઓને પણ ધન્યવાદ કર્યા
આ મંચ પરથી બોલનાર તમામ વક્તાઓનો પણ ધન્યવાદ જેમણે પ્રાચીન પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતી વખતે તમને એ જણાવ્યું કે વિવિધ દેશોના આ લોકો સહિષ્ણુતાનો ભાવ વિવિધ દેશોમાં પ્રચારિત કરવાનું ગૌરવનો દાવો કરી શકે છે. હું એક એવા ધર્મનો અનુયાયી હોવાનો ગર્વ અનુભવું છું જેણે સંસારને સહિષ્ણુતા અને સાર્વભૌમ સ્વીકૃત બંનેની શિક્ષા આપી છે.
આવા દેશનો વ્યક્તિ થવાનું અભિમાન છે જેણે આ પૃથ્વીના સમસ્ત ધર્મો અને દેશોના ઉત્પીડિતો અને શરણાર્થિઓને આશ્રય આપ્યો છે. તમને એ જણાવતા મને ગર્વ થાય છે કે અમે અમારા પક્ષમાં એ યહૂદીઓની વિશુદ્ધતમ અવશિષ્ટને સ્થાન આપ્યું હતું. જેમણે દક્ષિણ ભારત આવીને એ વર્ષે જ શરમ લીધા હતા જે વર્ષે એમના પવિત્ર મંદિર રોમના જાતિના અત્યાચારથી ધૂળમાં મળી ગયાં હતાં.
ત્યારે લાંબા સમય સુધી આપેલ આ ભાષણમાં લોકો બસ તેંમને સાંભળતા રહી ગયા હતા કેમ કે અન્યોની જેમ તેમણે તેમના ધર્મને જ મહાન છે એમ નહિં પણ સર્વ ધર્મ સમાન છે તેમ કહ્યુ હતું.
્