ગુજરાત વિભાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. પીએમ મોદી અને અમિત શાહની ગુજરાત મુલાકાત વધી રહી છે. આજે ફરી એકવખત અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ સોમનાથ મંદિરે દર્શન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે. જો કે તે પૂર્વે અમરેલી જિલ્લાની 7 સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપશે. અમરેલી સવારે જિલ્લાની મુખ્ય સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભામાં પણ ઉપસ્થિત રહેશે. જે માટે અમિત શાહના પ્રવાસના રૂટ પર સુરક્ષા કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
અમિત શાહ સૌ પ્રથમ અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. તેઓ અમરેલીમાં સવારે 11.30 કલાકે જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપશે. જે પછી તેઓ સોમનાથ જવા રવાના થશે. જ્યાં તેઓ સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરશે. તેઓ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન તથા પૂજન માટેના વેબ પોર્ટલ somnath.orgનું લોન્ચિંગ કરશે. ત્યારબાદ સોમનાથમાં જ 3.15 કલાકે અમિત શાહ હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરી સમુદ્ર દર્શનપથ પર મારૂતિ હાટની 262 દુકાનોનું ઉદ્ધાટન કરેશે.
આ પહેલા અમિત શાહ 4 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા, એકા અરેના ખાતે યોજાયેલા ખેલ મહાકુંભની 11મી કડીના સમાપન અને 36મી નેશનલ ગેમ્સના કર્ટન રેઈઝરનો રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં જાણે મિની વાવાઝોડું આવ્યું ! કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ઠેર ઠેર વરસાદ