ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં જાણે મિની વાવાઝોડું આવ્યું ! કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ઠેર ઠેર વરસાદ

Text To Speech

ભાદરવામાં મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જાણે કે મિની વાવાઝોડું આવ્યું હોય તેમ ભારે પવન ફુંકાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદે આજે રાજ્યમાં રમઝટ બોલાવી છે. રાજ્યમાં અનેક જગ્યાએ વાવાઝોડા સાથે ધોધમાર તો ક્યાંક કડકા ભડાકા સાથે મેધમહેર જોવા મળી. અમુક જગ્યાએ ધીમી ધારે વરસાદ પડ્યો છે.

Gujarat Rain
Gujarat Rain

રાજ્યમાં ગરમી અને ઉકળાટથી ત્રાસી ગયેલા લોકોને આજે વરસાદના પગલે ગરમીથી છુટકારો મળ્યો હતો. પવન અને વરસાદના પગલે સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી હતી. આટલું જ નહીં ભારે પવનને લીધે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. અંજારમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં 2 ઈંચ વરસાદ, નડિયાદ, ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ, બાલાસિનોર, પેટલાદમાં 2-2 ઈંચ વરસાદ, સિંગવડમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો, ખેરગામમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ, માળિયા હાટીના, કઠલાલમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Gujarat Rain
Gujarat Rain

અમદાવાદ શહેરમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. શનિવારે બપોર બાદ કાળા ડિંબાગ વાદળો ઘેરાયા બાદ પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે જાણે સમગ્ર શહેરને ધમરોળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદ શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. શહેરના સાયન્સ સિટીમાં કલાકમાં 3 ઈંચ, બોડકદેવમાં કલાકમાં અઢી ઈંચ વરસાદ, બોપલમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

Gujarat Rain
Gujarat Rain

તો સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. દ્વારાકાના ખંભાળીયામાં રસ્તા પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા હતા. નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. નવસારી જલાલપોર ગણદેવી અને ચીખલી તાલુકામાં વરસાદ નોંધાયો છે. અહીં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. કચ્છમાં વીજળી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

Gujarat Rain
રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

પશ્ચિમ કચ્છના માંડવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે. માંડવીના કોડાયમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનથી મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે. કચ્છના અંજારમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી છે. અહીં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે પવનને લીધે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરશાયી થયા છે. વૃક્ષ વીજપોલ ધરશાયી થતાં શહેરનો વીજપુરવઠો ખોરવાયો છે. અંજારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા જેવી હતી. ગજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. અહીં રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું હતું. બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. અંજારમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં કડાકા ભડાકા સાથે ધુંઆધાર વરસાદ શરુ

Back to top button