ઉત્તર ગુજરાતગુજરાત

રાશી રિક્ષાવાળી : હિમાંશુ તુરી “વિપુલ” માં અંબાના શરણે

Text To Speech

પાલનપુર : અંબાજીમાં મા અંબાના દર્શને : વર્ષે દહાડે એક કરોડ કરતા વધુ ભાવિક ભક્તો માના ચરણે શીશ નમાવવા આવતા હોય છે. નેતા, અભિનેતા, રમતવીર, વ્યક્તિ વિશેષ, સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય – સામાજિક અગ્રણીઓ સહિત અનેક ક્ષેત્રની નામી વ્યક્તિઓ માં અંબામાં અતૂટ શ્રદ્ધા આસ્થા ધરાવે છે. અને આદ્ય શક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમના મેળામાં ગુજરાતી ફિલ્મના અભિનેતા અને ટીવી સિરિયલના લોકપ્રિય કલાકાર હિમાંશુ તૂરી પણ માં અંબાના દર્શનાર્થે આવ્યા હતા.

તેમણે માં અંબાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમના દિવસે માં અંબાના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે આથી માના ચરણે શીશ નમાવવા આવ્યો છું એમ જણાવી હિમાંશુ તૂરીએ રાજ્યસરકાર દ્વારા મેળામાં કરવામાં આવેલી વ્યવસ્થા અને આયોજનની પ્રસંશા કરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જીલા કલેકટર આનંદ પટેલ સહિત સમગ્ર વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

અંબાજી

તેમણે જણાવ્યુ હતું કે, હું દર ભાદરવી પૂનમે માં અંબા ના દર્શને આવું છું પણ આ વખતે મેળામાં સેવા સુરક્ષા અને સફાઈનું સુંદર આયોજન જોવા મળ્યું. મને મેળામાં ક્યાંય ગંદકી જોવા નથી મળી, અને ખાસ તો દર્શન માટેની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી એક આમ માઇ ભક્ત પણ સરળતાથી માં ના દર્શન કરી શકે છે. આવી સુંદર વ્યવસ્થા અને આયોજન બદલ હું ગુજરાત સરકાર અને બનાસકાંઠા વહીવટીતંત્રનો આભાર માનુ છું અને તેમને શુભેચ્છાઓ પાઠવું છું. માં અંબા ના આશીર્વાદથી ગુજરાત સુખ શાંતિ અને સમૃદ્ધિના શિખર સર કરે એવી માં અંબા ને પ્રાર્થના કરી હતી.

હિમાંશુ તુરી બાલીસણા વતની

હિમાંશુ તૂરી હાલમાં રાશી રિક્ષાવાળી સીરિયલમાં વિપુલનું પાત્ર ભજવી રહ્યા છે. અને તેમના આ પાત્રને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમણે નરેશ કનોડિયા, હિતેન કુમાર, અને વિક્રમ ઠાકોર સુધીના સ્ટાર કલાકારો સહિત કિરણકુમાર સાથે પણ અભિનયના અજવાળા પાથર્યા છે. તેઓ પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની છે અને રાજકોટ સ્થાયી થયેલા છે. તેમની સાથે ગુજરાતી ગીત સંગીત અને ફિલ્મના પ્રોડ્યૂસર ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button