ગુજરાતમધ્ય ગુજરાત

અંબાજી : અમદાવાદના માઇ ભક્તે મંદિરમાં કર્યું 500 ગ્રામ સુવર્ણ દાન

Text To Speech

પાલનપુર : શક્તિપીઠ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ભક્તિમય માહોલમાં યોજાયો હતો. મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજીમાં સુવર્ણ દાનનો વિશેષ મહિમા રહેલો છે. માઇભક્તો દ્વારા સુવર્ણદાનનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે.લાખો કરોડો શ્રદ્ધાળુઓએ માં અંબાના ધામને ગોલ્ડન ટેમ્પલ બનાવવાનો મનોરથ કર્યો છે. ત્યારે પૂનમના દિવસે અમદાવાદના એક માઇ ભક્તે 500 ગ્રામ સુવર્ણદાનની ભેટ માના ચરણોમાં ભેટ ધરી ધન્યતાની લાગણી અનુભવી હતી. શક્તિપીઠ અંબાજીમાં લાખો માઇભક્તો માનાં ચરણોમાં શીશ નમાવવા આવતા હોય છે અને માના દરબારમાં સોના ચાંદી સહિતની અનેક ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરતા હોય છે.

માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટયું

ભાદરવી પૂનમને દિવસે માના દર્શનનો વિશેષ મહિમા હોઈ મોટી સંખ્યામાં માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટી પડ્યો હતો. જેમાં અમદાવાદના એક માઇભક્તે આજે 500 ગ્રામ સુવર્ણ દાન કર્યું હતું.

Back to top button