સુરતઃ સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, ગૃહરાજ્યમંત્રીએ લીધી મુલાકાત


સુરતમાં વિશ્વ સ્તરે ખુબ મોટા પાયા પર અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા વિશ્વના સૌથી મોટા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 17 સપ્ટેમ્બરના રોજ દેશના પીએમ નરેન્દ્ર મોદીના જન્મ દિવસ તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદનના સ્થાપના દિવસ હોવાથી 50થી વધુ દેશોમાં બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2000 હજારથી વધુ સ્થળોએ કેમ્પ યોજાશે. બ્લડ ડોનેશન ડ્રાઇવનો કંટ્રોલરૂમ સુરતના મજુરાગેટ ખાતે આઈટીસી તૈયાર કરવામાં આવ્યો છે. જયાં અલગ અલગ રાજ્યોના 60 વ્યક્તિઓની ટીમ કામ કરી રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સૌથી મોટા બ્લડ ડોનેશન ડ્રાઇવના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.

- હર્ષ સંઘવીએ લીધી બ્લડ ડોનેશન ડ્રાઈવ કંટ્રોલરૂમની મુલાકાત
- 17 સપ્ટેમ્બરે 2000 હજારથી વધુ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન
અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ ૨૦૨૦માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 55000 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. જેમાં 700થી વધુ સ્થળોએ કેમ્પનું આયોજન કરાયું હતું. વોરિયર ગ્લોબલ રેકોર્ડ, એશિયા પેસિફિક રેકોર્ડ, એશિયા બૂક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં તેની નોધ લેવામાં આવી હતી.