ચૂંટણી 2022વિશેષ

વિજય રૂપાણી હવે ચૂંટણી નહીં લડે ! રાજકોટ પશ્ચિમ બેઠક પર નવા ઉમેદવારની શોધ ?

Text To Speech

ગુજરાતમાં હવે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ વખતની ચૂંટણી ભાજપ સામે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી તરફથી ભાજપને ટક્કર મળી રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. તેવામાં ભાજપ પણ ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી રહ્યું છે. જોકે, હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 15 રાજ્યોના પ્રભારી અને કેટલાક સહપ્રભારીઓની નિમણૂક જાહેર કરી છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ-ચંદીગઢ રાજ્યનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે સહપ્રભારી તરીકે નરેન્દ્ર સિંહ રૈનાને જવાબદારી સોંપવામાં આવી છે. ગત મહિને જ સરકાર તથા સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય તે માટે કોર કમિટીમાં વિજય રૂપાણીને સામેલ કરવામાં આવ્યા હતા તેવામાં હવે તેમને ચૂંટણી સમયે જ ગુજરાતમાંથી એક્ઝિટ આપતા ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ પક્ષોમાં કંઇક ને કંઇક નવાજૂની તો થતી રહેવાની અને ભાજપ આવા આશ્ર્ચર્યજનક નિર્ણયો માટે જાણીતો છે. ગઇકાલે ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી આપી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવતા હવે રાજકોટની પશ્ર્ચિમ બેઠક માટે ભાજપ નવા ઉમેદવારની શોધમાં હોય તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

ભાજપ આશ્ર્ચર્યજનક નિર્ણયો માટે જાણીતો પક્ષ

બીજી તરફ ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાળે જ રાજ્યમાંથી એક્ઝિટ આપતા લોકોને આશ્ચર્ય થયું છે. ગત મહિને જ સરકાર તથા સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય તે માટે કોર કમિટીમાં વિજય રૂપાણીને સામેલ કરવામાં આવ્યા હતા. તેવામાં હવે તેમને ચૂંટણી સમયે જ ગુજરાતમાંથી એક્ઝિટ આપતા ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, ભાજપ આવા આશ્ર્ચર્યજનક નિર્ણયો માટે જાણીતો છે. ગતવર્ષે ભાજપે ગુજરાતમાં અચાનક જ નેતૃત્વ પરિવર્તન કરી દીધું હતું. ત્યારે પક્ષે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળના આખા મંત્રી મંડળને બદલી દીધું હતું. ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે રૂપાણીને પંજાબના પ્રભારી તરીકેની જવાબદારી સોંપીને નેતૃત્વએ મોડેલ સ્ટેજમાં રાજ કરતા લોકોને એક સંકેત આપ્યો છે.

સંપૂર્ણ જવાબદારી વિજય રૂપાણીના ખભા પર

જોકે, હજી ગયા મહિને જ બે મંત્રીઓના મહત્વના ખાતાઓ આંચકી લેવામાં આવ્યા હતા. ભાજપે પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતાઓ આંચકી લીધા હતા. આ રીતે પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે પક્ષમાં કોઈ અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે. આ વર્ષે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને હરાવીને સત્તા મેળવીને લોકોને ચોંકાવી દીધા હતા. આમ આદમી પાર્ટીએ પૂર્ણ બહુમતી મેળવી હતી. હવે પંજાબમાં 2027માં ચૂંટણી યોજાશે તે પહેલા ભાજપે અત્યારથી જ ત્યાં સંગઠનાત્મક સુધારાઓ કરીને પક્ષ અને સંગઠનને મજબૂત કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. હવે તેની સંપૂર્ણ જવાબદારી વિજય રૂપાણીની ખભા પર રહેશે.

વિજય રૂપાણીએ પાર્ટી જો ટિકિટ આપે તો ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી

વિજય રૂપાણી જ્યારે સોમનાથ મહાદેવના દર્શને ગયા હતા ત્યારે તેઓએ જો પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. ગત 27 ઓગસ્ટના રોજ વિજય રૂપાણી શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા એ દરમ્યાન તેઓએ ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાર્ટી જો ટિકિટ આપશે, તો ચૂંટણી લડીશ.અમે કોઇ પદ માટે કામ કરતા નથી. કોઇ ટિકિટો માટે કામ કરતા નથી. એક સ્વપ્ન છે કે ભારતમાતા શક્તિશાળી ભારતમાતા બને. પરમવૈભવના શિખર પર ભારત પહોંચે એ માટે એક સ્વપ્નથી કામ કરીએ છીએ. પાર્ટી જે કંઇ કામ સોંપે છે એ હંમેશા અમે કરતા આવ્યા છીએ. ચૂંટણી લડવાનું કહે તો લડીએ, ચૂંટણી ન લડવાનું કહે તો ચૂંટણી જીતવા માટે કામ કરીએ છીએ. આ અમારી એક પદ્ધતિ રહી છે.

Back to top button