ધર્મ

પિતૃપક્ષના શ્રાદ્ધમાં આ ભૂલો ક્યારેય ના કરતા

Text To Speech

પિતૃ પક્ષ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાંથી શરૂ થાય છે અને આસો મહિનાની અમાવસ સુધી ચાલુ રહે છે. ત્યારે આ વખતે પિતૃપક્ષ 10મી સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈને 25 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે. હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું ઘણું મહત્વ છે. આ દિવસોમાં શ્રાદ્ધ , પિંડ દાન અને તર્પણ કરીને પૂર્વજોની પૂજા કરવામાં આવે છે. પિતૃપક્ષ પર પૂર્વજોની પૂજા કરી આશીર્વાદ લેવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને જો પૂર્વજો ગુસ્સે થઈ જાય તો ઘણું નુકસાન થઈ શકે છે. તેથી પિતૃપક્ષ દરમિયાન અમુક કામ કરવાનું ટાળવું જોઈએ જેથી પિતૃઓ ગુસ્સે ન થાય. તો ચાલો જાણીએ કે એવી કઈ ભૂલો જે કરવાથી આપણે સૌ કોઈએ બચવું જોઈએ.

શુભ કાર્ય ન કરોઃ

પિતૃપક્ષને કઠિન દિવસો કહેવામાં આવે છે. આ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. તેથી, આ દિવસોમાં તમારે કોઈપણ શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ. આ દિવસોમાં નવા કપડાં પણ ખરીદવાનુ ટાળવું જોઈએ.

વાળ ન કાપવાઃ

હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર પુરુષોએ કઠિન દિવસોમાં વાળ અને દાઢી ન કાપવી જોઈએ. જો કોઈ આવું કરે તો પૂર્વજો ગુસ્સે થઈ શકે છે.

સુગંધિત વસ્તુઓ લગાવવાનું ટાળોઃ

ઘણા લોકો દરરોજ અત્તર અથવા સુગંધ લગાવે છે, પરંતુ પિતૃ પક્ષના 16 દિવસે અત્તર અથવા પરફ્યુમ લગાવવાનું ટાળો.

તામસી ભોજન ટાળોઃ

એવું કહેવાય છે કે પિતૃ પક્ષ દરમિયાન તામસી ભોજન અને માંસાહારી ખોરાક ટાળવો જોઈએ અને માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ. આ સિવાય કેટલાક મંતવ્યો એવું પણ કહે છે કે પિતૃ પક્ષમાં બહારનું ભોજન ન ખાવું જોઈએ

અંતિમ દિવસે કરો શ્રાદ્ધઃ

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષના અંતિમ દિવસે એટલે કે આસો મહિનાની અમાવસના દિવસે તમામ પિતૃઓનું ધ્યાન કરી શ્રાદ્ધ કરવું જોઈએ.

Back to top button