દેશભરમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દેશના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 4થી 5 દિવસમાં ગુજરાત, પૂર્વી અને દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી ઉપર બનેલું ઓછા દબાણનું ક્ષેત્ર આગામી 48 કલાક દરમિયાન વધુ પ્રબાળ થવાનું અનુમાન છે. દિલ્હીમાં ભારે ગરમી પડશે. લખનઉ સહિત યુપીના મોટાભાગના જિલ્લાઓમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. બીજી તરફ બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેના કારણે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 11 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. 10થી 13 સપ્ટેમ્બર દરમિયાન પશ્ચિમ બંગાળ, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચો : ખુશખબર ! પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ શકે છે રૂપિયા 5 સુધીનો ઘટાડો, જાણો કેવી રીતે?