Happy Birthday અનુરાગ કશ્યપ : સામાન્ય માણસથી લઈ ફિલ્મ નિર્માતા સુધીનો સફર
અનુરાગ કશ્યપ આજે ભારતીય ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, અભિનેતા અને ફિલ્મ નિર્માતા પણ છે. જઓ એક અલગ પ્રકારની ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. હા તેમની ફિલ્મો ઓછા બજેટની હોય છે, પણ અનુરાગની ફિલ્મોનો એક અલગ જ જોનાર વર્ગ છે. ત્યારે તેઓને તેમની ફિલ્મ માટે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. અનુરાગ કશ્યપને અત્યાર સુધીમાં 4 ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા છે.
અનુરાગ કશ્યપનો જન્મ 10 સપ્ટેમ્બર 1972ના રોજ ગોરખપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રકાશસિંહ છે. અનુરાગ કશ્યપનો આજે જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસ પર તેમના જીવન સાથે જોડાયેલી અનેક રસપ્રદ વાતો વિશે જણાવી શું
અનુરાગને બાળપણથી જ ફિલ્મોના શોખન
બહુ ઓછા લોકોને ખબર હશે કે અનુરાગ કશ્યપ તેમના બાળપણના દિવસોથી જ ફિલ્મોના શોખન હતા. જો કે, શાળા પુરી કર્યા પછી તેમનો વિચાર બદલાઇ ગયો હતો જેથી તોઓ વૈજ્ઞાનિક બનવામાં રુચી ધરાવવા લાગ્યા. આથી તેઓએ દિલ્હીની એક યુનિવર્સિટીમાં બાયોલોજી સાયન્સમાં એડમિશન લીધું. પરંતુ કોલેજના દિવસો દરમિયાન તેમને ફરી અભિનયની દુનિયામાં જવાનું મન થયું. જે બાદ્ વર્ષ 1993માં સ્નાતક થયા પછી તેઓ શેરી નાટ્ય જૂથ ‘જન નાટ્ય મંચ’સાથે જોડાયને અભિનયની દુનિયામાં પગ મુક્યો. જેમાં થોડો સમય કામ કર્યા બાદ તેઓએ મુંબઈ જઈ પોતાનુ નસીબ આઝમાવવાનું નક્કી કર્યુ.
5 હજાર રૂપિયા લઈ ઘર છોડી મુંબઈ આવ્યા
અનુરાગ કશ્યપે ફિલ્મો પાછળ દિવાના હતા. જેઓને ફિલ્મો જોવાનો ખુબ શોખ હતો. ત્યારે ફિલ્મો જોઈ જોઈને તે અભિનય પણ કરતા. ત્યારે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં તેઓએ ભાગ લીધો અને માત્ર 10 દિવસમાં 55થી વધુ ફિલ્મો જોઈ. આ સમય દરમિયાન, તેઓ વિટ્ટોરિયો ડી સિકાની ફિલ્મ ‘સાયકલ થીવ્સ’થી ખૂબ પ્રભાવિત થયા અને પછી ફિલ્મો બનાવવાનું મન બનાવી લીધું. આ ફિલ્મથી પ્રભાવિત થઈને તે 5 હજાર રૂપિયા લઈને ઘર છોડીને વર્ષ 1993માં મુંબઈ આવી ગયા. જ્યા તેમને ખુબ સ્ટગલ કરવું પડયું. ત્યારે શરુઆતના સમયમાં તેઓ મુંબઈની પૃથ્વી થિયેટરમાં નોકરી કરતા હતા.
જીવનમાં વળાંક આવ્યો
મનોજ બાજપેયી અનુરાગની આવડત જાણતા હતા. આથી તેઓએ તેમને રામ ગોપાલ વર્મા માટે ફિલ્મ લખવાની ઓફર કરી. જે ફિલ્મનું શીર્ષક ‘સત્યા’ હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. અને તે બાદ અનુરાગના જીવનમાં વળાંક આવ્યો. જે બાદ અનેક ફિલ્મો માટે ઓફર આવવા લાગી.
આ બાદ તેઓએ અનેક સુપર હિટ ફિલ્મો આપી. ત્યારે સફળતા બાદ વર્ષ 2009માં તેણે પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી. જેનું નામ ‘અનુરાગ કશ્યપ ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ’આપ્યુ. તેમણે દિગ્દર્શનથી લઈને નિર્માણ સુધીની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમજ અનુરાગ કશ્યપ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માટે પણ જાણીતા છે. શૂલ, લાસ્ટ ટ્રેન ટૂ મહાકાલી, કૌન, જંગ, નાયક, પાંચ, પૈસા વસૂલ, પાણી, રિટર્ન ઓફ હનુમાન, ફુલ એન્ડ ફાઇનલ, દેવ ડી, લક બાય ચાન્સ, ગુલાલ, ઉડાન, શાહિદ અને ધ લંચ બોક્સ અને બીજી ઘણી ફિલ્મો જે લોકો આજે પણ ખૂબ ગમે છે. ત્યારે અનુરાગ કશ્યપને અત્યાર સુધીમાં 4 ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા છે.