કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં સોખડાના આનંદસાગર સ્વામી સામે નોંધાઈ ફરિયાદ

Text To Speech

રાજકોટ ખાતે આજે ભગવાન શિવ વિશે તાજેતરમાં હેલફેલ ટીપ્પણી કરનાર સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ કરી હોય જે અંગેનો વીડિયો વાયરલ થયો હોય જેના સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બ્રહ્મ સમાજના અગ્રણીએ આ ફરિયાદ શહેરના બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.

શું છે સમગ્ર વિવાદ ? શું કહ્યું હતું આનંદસાગર સ્વામીએ ?

આ સમગ્ર વિવાદ અંગે જો વાત કરવામાં આવે તો સ્વામી આનંદસાગરે અમેરિકામાં પ્રવચનમાં કહ્યું હતું કે, પોતે જેના સમર્થક છે તે પ્રબોધ જીવનદાસજી માટે કહે છે કે ‘ધરતી ઉપર દીકરો રહે છે. નિશિત એનું નામ છે. પ્રબોધસ્વામી તેમના રૂમમાં હતા અને નિશિતભાઈને બોલાવીને કહી દીધું હતું કે જા એવીડીના મેઈન ગેટ પાસે જા. બીજી કોઈ આજ્ઞા હતી નહીં એટલે નિશિતભાઈ જે મેઈન ગેટ હતો ત્યાં ગયા તો એ બંધ હતો. ગેટની બહાર શિવજી ઊભા હતા. પ્રોપર નિશિતભાઈએ વર્ણન કર્યું કે આપણે પિક્ચરમાં જોઈએ એ રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, રુદ્રાક્ષ પહેરેલી, હાથમાં ત્રિશૂળ સાથે ઊભા હતા. નિશિતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો. પ્રબોધસ્વામીના પણ આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ તેમને કહ્યું, પ્રબોધસ્વામીના મને દર્શન થાય એવા મારા પુણ્ય જાગ્રત નથી થયા, પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારું અહોભાગ્ય છે, એમ કહી શિવજી એ યુવક નિશિતભાઈને ચરણસ્પર્શ કરીને જતા રહ્યા.’

સ્વામીએ માફી માંગી અને ઉપવાસ કર્યાનું પણ જણાવ્યું

દરમ્યાન જ્યારે આ વિવાદ વધુ વકર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, આ અવસર જ્યારે થયો ત્યારે પ્રબોધસ્વામીએ મને ખૂબ કડક શબ્દોમાં સૂચન કર્યું છે. શિબિર દરમિયાન મને મૌન પણ આપ્યું છે અને ત્યાર પછી સાત દિવસના ઉપવાસ પણ આપ્યા છે, પરંતુ આજે જ્યારે બધા ભક્તોની લાગણી દુભાઈ છે ત્યારે આ વાત હું કરી રહ્યો છું, પણ પ્રબોધસ્વામીએ તો મને શિક્ષા ત્યારે જ આપી દીધી હતી. ફરી એકવાર હું માફી માગું છું.

આજે રાજકોટમાં ફરિયાદ માટે રજુઆત કરાઈ હતી

મહત્વનું છે કે જ્યારે આ વિવાદ સામે આવ્યો ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા આનંદસાગર સ્વામીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવા અરજી આપી હતી પણ ત્રણ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આજે બ્રહ્મ સમાજના આગેવાનો અન્ય સમાજને સાથે રાખી પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચી રજુઆત કરી હતી અને આખરે ગુનો નોંધાયો હતો.

Back to top button