લાઈફસ્ટાઈલ

ટેટૂનો શોખ આપણા સ્વાસ્થ્ય માટે છે ખુબજ નુકસાનકારક, ચામડીમાં હાનિકારક ધાતુ પ્રવેશે છે

Text To Speech

આજકાલના યુવાનોમાં ટેટૂનો ભારે ક્રેઝ જોવા મળે છે. યુવાનો શરીરના વિવિધ ભાગોમાં ભાત ભાતના ટેટુ કરાવતા હોય છે. ત્યારે ફ્રાંસના ગ્રેનોબલમાં યુરોપિયન સિંક્રોટોન રેડિએશન ફસિલિટિના વૈજ્ઞાનિકોએ ટેટૂ અંગે સંશોધન કર્યુ છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે ટેટુ બનાવવું શરીર અને ચામડી બંને માટે હાનિકારક છે. વૈજ્ઞાનિકોએ સંશોધનમાં જોયુ કે ટેટુ બનાવનારા લોકોના શરીરમાં ધાતુના નાના નાના ટુકડાઓ હોય છે. આ ધાતુના ટુકડાઓ સ્વાસ્થ્યને લઇને ઘણી સમસ્યાઓ ઉત્પન કરે છે. જે ધાતુની સોઇ દ્વારા ટેટુ બનાવવામાં આવે છે તેમાંથી નીકળીને આ ધાતુના ટુકડાઓ ચામડીમાં પ્રવેશે છે.

850 લોકો પર આ સંશોધન કરવામાં આવ્યુ

હાલમાં થયેલા સંશોધન મુજબ કલર ટેટુ ચામડીમાં ભારે માત્રામાં કેમિકલ ઉમેરે છે. જેના કારણે શરીરમાં કલર એલર્જી થવાની શક્યતા પણ રહેલી છે. ખાસ વાત તો એ છે કે આ પ્રકારની એલર્જીની સારવાર પણ સરળ નથી હોતી. 850 લોકો પર આ સંશોધન કરવામાં આવ્યુ છે. ટેટુ બનાવવા માટે જે શાહી વપરાય છે તેમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ હોય છે. જે મુળ સફેદ કલરનો હોય છે અને તેને બ્લ્યુ, લાલ, લીલો વગેરે કલર સાથે મિક્સ કરવામાં આવે છે. જે ચામડીમાં પ્રવેશીને આખા શરીરમાં ફેલાય છે. આખા શરીરમાં ફેલાયેલા લિમ્ફ નોડ (એક ગ્રંથી) પર સૌથી વધુ અસર થાય છે.

Back to top button