ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

પૂર્વ CM રૂપાણીને ભાજપ હાઈકમાન્ડે સોંપી મોટી જવાબદારી

Text To Speech

ભાજપ હાઈકમાન્ડે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોટી જવાબદારી આપવામાં આવી છે. ભાજપ દ્વારા વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

2024 વિધાનસભા ચૂંટણી લઈ ભાજપ હાઈકમાંડે અત્યારથી તૈયારીઓ કરી લીધી છે. ભાજપ દ્વારા વિવિધ રાજ્યના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પૂર્વ CM રૂપાણીને કેન્દ્રિય નેતૃત્વએ મોટી જવાબદારી આપી છે.રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પણ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

કોને-કયા રાજ્યના પ્રભારી બનાવાયા ?

1) વિજય રૂપાણી- પંજાબ, ચંદીગઢ
2) વિનોદ તાવડે- બિહાર
3) ઓમ માથુર- છત્તીસગઢ
4) વિનોદ સોનકર-દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ
5) વિપ્લવ કુમાર દેવ-હરિયાણા
6) લક્ષ્મીકાંત બાજપાયી-ઝારખંડ
7) પ્રકાશ જાવડેકર-કેરળ
8) ડૉ. રાધા મોહન અગ્રવાલ-લક્ષદ્વીપ
9) પી.મુરલીધર રાવ-મધ્યપ્રદેશ
10) તરુન ચુગ- તેલંગાણા
11) અરુણ સિંઘ- રાજસ્થાન
12) ડૉ. મહેશ શર્મા- ત્રિપુરા
13) મંગલ પાંડે- પશ્ચિમ બંગાળ
14) ડૉ. સંબિત પાત્રા- નોર્થ-ઈસ્ટ સ્ટેટ્સ

ભાજપે રાજ્યોના નવા પ્રભારી નિયુક્ત કર્યા છે. બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, જ્યારે હરીશ દ્વિવેદીને સહપ્રભારી બનાવ્યા છે. ઓમ માથુરને છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે તો, નિતિન નવીનને સહ પ્રભારી બનાવ્યા છે.

હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરળના પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાવ્યા છે. તો વળી સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે.

Back to top button