ચૂંટણી 2022નેશનલ

કોંગ્રેસ અધ્યક્ષ બનવાના સવાલ પર રાહુલ ગાંધીએ તોડ્યુ મૌન: કહ્યુ કોઈ મૂંઝવણ નથી, રાહ જુઓ

Text To Speech

રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનશે કે નહીં જેના પર દેશભરના લોકોની નજર છે. ત્યારે, આ દરમ્યાન રાહુલ ગાંધીએ આ સસ્પેન્સને વધુ વધારતા રાહ જોવાનું કહ્યું છે. ભારત જોડો યાત્રા પર ગયેલા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે,” હું કોંગ્રેસનો પ્રમુખ બનીશ કે નહીં, તે કોંગ્રેસની સંગઠન ચૂંટણી થશે ત્યારે ખબર પડશે. તેમજ શું કરવું તે વિશે હું સંપૂર્ણપણે સ્પષ્ટ છું. મારા મનમાં કોઈ મૂંઝવણ નથી”. એટલું જ નહીં રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા કે, ભાજપે દેશની તમામ સંસ્થાઓને કબજે કરી લીધી છે અને તેના પર દબાણ કરી રહી છે.

ત્યારે તેઓ માત્ર એક રાજકીય પક્ષ સામે લડી રહ્યા નથી. પણ આ લડાઈ ભારતની આખી સિસ્ટમ અને વિપક્ષ વચ્ચે થઈ ગઈ છે. રાહુલ ગાંધી કહ્યુ છે કે અલગ અલગ વિચારોની લડાય લગભગ હજારો વર્ષોથી ચાલી આવી છે. એક એવો વિચાર છે, જે દરેકને નિયંત્રિત કરવાની વાત કરે છે.આ સિવાય અન્ય એક છે જે ખુલ્લા મનના છે અને દરેકને માન આપે છે.આ બંને વચ્ચેની લડાઈ ચાલુ રહેશે.

ચાલો જાણીએ કે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનશે કે નહીં

આ અંગે કોંગ્રેસ પક્ષ સતત મૂંઝવણમાં ચાલી રહ્યો હતો. ત્યારે અશોક ગેહલોત સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે સંમત થવા વિનંતી કરી છે.

Back to top button