ગણેશ ચતુર્થીદક્ષિણ ગુજરાત

અસલ સુરતી મિજાજમાં ગણેશ વિસર્જન યાત્રાઓ નીકળી, મંત્રીઓએ બાપ્પાના વધામણાં લીધા

Text To Speech

ભગવાન ગણેશજીના વિસર્જનની શોભાયાત્રા સુરતમાં શરૂ થઈ છે. જેમાં બે વર્ષના કોરોના કાળ બાદ મોટી સંખ્યામાં આ વર્ષે ભક્તો બાપ્પાના વિસર્જનમાં જોડાયા છે. વહેલી સવારથી શહેરના દરેક વિસ્તારના મુખ્ય માર્ગો પર ગણેશજીની નાની મૂર્તિઓને વિસર્જન કરવા નીકળેલા ભક્તો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાતે જ વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યુ અને બાપ્પાના વિસર્જન દરમિયાન ક્રેનમાં હાજર રહી વધામણાં પણ લીધા હતા.

શહેરમાં પારંપરિક ભાગળ ચાર રસ્તા પર ધાર્મિક એકતાના પ્રતિબિંબ સમાન કિસ્સામાં મુસ્લિમ અને હિન્દુ ધર્મના આગેવાનોએ ગણેશજીના વિસર્જનના વધામણાં લીધા હતા. તે સમયે રાજ્ય મંત્રી પૂર્ણેશ મોદી અને ભાજપ શહેર પ્રુમખ નિરંજન ઝાંઝમેરા વિશેષ હાજર રહ્યા હતા અને ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો.

Surat Visarjan 02

સુરતમાં વર્ષો પછી ગણેશ વિસર્જનની અસલ સુરતી સ્ટાઇલ ઉજવણી જોવા મળી રહી છે. નાની મૂર્તિઓ અને મોટી શોભાયાત્રા શહેરના રાંદેર અડાજણ, અઠવાલાઇન્સ, વેસુ, વોલ્ડ સિટી એરીયા, કતારગામ, વરાછા, ઉધના, લિંબાયત, સિટીલાઇટ કોઇ વિસ્તાર બાકી નથી કે લોકો ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે રસ્તા પર જોવા મળ્યા ન હોય. તેમાં મોટી સંખ્યામાં લોકોએ તેમાં ભાગ લીધો હતો.

કોરોના સમય બાદ જ્યારથી સુરતમાં નદીમાં વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને તેના કારણે લોકોએ પોતાના સોસાયટી, કેમ્પસ, સંકુલ, ઘરોમાં જ પાણીની કૂંડીઓમાં નાની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. પરંતુ, આજે માહોલ અલગ જોવા મળ્યો છે. ગણપતિ બાપ્પાની પાંચ ફૂટ કરતા નાની મૂર્તિઓ લઇને લોકો મોટી સંખ્યામાં વિસર્જન યાત્રામાં નીકળેલા જોવા મળે છે.

Surat Visarjan 01

સુરતની તાપી નદી કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી સુરત મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં 19 કૃત્રિમ તળાવ બનાવ્યા છે. આ તળાવમાં પ્રતિકાત્મક વિસર્જન કરાયા બાદ હજીરા જેટી પર શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : આજે વિઘ્નહર્તાની વિદાય, જાણી લો અમદાવાદના કયા રસ્તા રહેશે બંધ

Back to top button