નેશનલવર્લ્ડ

અમેરિકી મેગેઝીનની ભારત વિરુધ્ધ વિવાદિત ટિપ્પણી: જાણો શું છે મુદ્દો

Text To Speech

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય હવે નથી રહ્યા. રાણીએ ગુરુવારે સ્કોટલેન્ડના બોલમોરલ ફોર્ટ ખાતે 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રાણીના મૃત્યુ બાદ બ્રિટનની રાજગાદી તેમના પુત્ર રાજા ચાર્લ્સ સંભાળશે. રાણીના નિધન બાદ ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં શોકની લહેર છે. તેમજ ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ પણ રાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ દરમિયાન, રાણીના મૃત્યુ અંગે એક અમેરિકન મેગેઝિનમાં ભારત સંબંધિત વિવાદિત સમાચાર પ્રકાશિત થયા છે. આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને આયર્લેન્ડમાં કેટલાક લોકો મહારાણી એલિઝાબેથના નિધનની ઉજવણી કરી રહ્યા છે. જોકે, ભારતીયો સોશિયલ મીડિયા પર આ સમાચાર સામે સખત વાંધો વ્યક્ત ઉઠાવી રહ્યા છે. ભારતીય યુઝર્સ તેને ભારત વિરુદ્ધ પશ્ચિમી મીડિયાનો પ્રચાર ગણાવી રહ્યા છે.

અંગ્રેજી મેગેઝિન ન્યૂઝવીકે અહેવાલ આપ્યો છે કે રાણી એલિઝાબેથે તેમના શાસનકાળ દરમિયાન બ્રિટિશ સામ્રાજ્યમાં ઘણા ફેરફારો કર્યા, તે પછી પણ, અગાઉ બ્રિટિશ શાસિત ઘણા દેશોમાં, કેટલાક લોકો રાણીને ઘણા લોકો તેમની સાથે થયેલા અન્યાયો માટે જવાબદાર માને છે.

બ્રિટિશ શાસનનો સૂર્ય ક્યારેય આથમશે નહિ:

મેગેઝિનમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 1913માં બ્રિટિશ રાજ્ય તેની ટોચ પર હતું. તે સમયે કહેવામાં આવતું હતું કે બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય આથમતો નથી. તે સમયે, વિશ્વના લગભગ 23 ટકા લોકો બ્રિટિશ રાજના નિયંત્રણમાં હતા.
વાસ્તવમાં, તે સમયે બ્રિટિશ રાજનું તમામ ખંડોના ઘણા દેશો પર નિયંત્રણ હતું, જેમાં સમગ્ર એશિયા પણ હતું. તેમજ આજે પણ 14 સાર્વભૌમ પ્રદેશો બ્રિટિશ સાસન હેઠળ છે.

સોશિયલ મીડિયામાં ક્વીના નિધન પર ખુશી વ્યક્ત કરવામામ આવી:

અંગ્રેજી મેગેઝીને કોઈ પણ ટ્વિટર યુઝરનું નામ લીધા વગર ક્વીનના મૃત્યુ અંગે નિવેદન લખ્યું છે કે એલિઝાબેથની એક ખાસ વ્યક્તિ ,માતા અને દાદી હોવાના કારણે, તેમના નિધનથી દુઃખી છીએ, પરંતુ તે એવા સામ્રાજ્યની પ્રમુખ પણ રહી છે જેણે તેના ફાયદા માટે સદીઓથી ભારત અને આયર્લેન્ડને હેરાન કર્યા છે. તે જ સમયે, મેગેઝિન અનુસાર, અન્ય એક યુઝરે રાણીના મૃત્યુ વિશે કહ્યું કે રાણીનું નિધન થઈ ગયું છે.આ પ્રસંગે, આફ્રિકા, ભારત, આયર્લેન્ડ અને અન્ય ઘણા દેશોના તમામ લાખો લોકોને યાદ કરવા જોઈએ જેઓ બ્રિટિશ ગુલામી દરમ્યાન મૃત્યુ પામ્યા હતા.

સમાચાર પર સોશિયલ મીડિયામાં ચર્ચા:

રેન્ડ કોર્પોરેશન સાથે સંકળાયેલા ડેરેક ગ્રોસમેને મેગેઝિનમાં પ્રકાશિત થયેલા સમાચાર પર તીખી પ્રતિક્રિયા આપી હતી. ડેરેકે કહ્યું હતુ કે આમ ન કરો. રાણીના નિધનથી ભારત કોઈ પણ રીતે ખુશ નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાણીના નિધન પર એક ભાવનાત્મક સંદેશ લખ્યો છે. ત્યારે આવી હેડલાઈન્સ સાબિત કરી રહી છે કે પશ્ચિમી મીડિયા ભારતની વિરુદ્ધ છે.

Back to top button