અમદાવાદગુજરાત

વંદે ભારત એક્સપ્રેસનું કરાયુ ટ્રાયલ: માત્ર 6 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોચાડશે

Text To Speech

વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોને અમદાવાદથી મુંબઈ માત્ર 6 કલાકમાં પહોચાડી દેશે. 18 મહિનામાં ભારતમાં બનેલી આ ટ્રેન માત્ર ભારતની ટેકનોલોજી થી બનાવવામાં આવી છે. ત્યારે હવે આ ટ્રેનઅમદાવાદથી મુંબઈ વચ્ચેનું 491 કિલોમીટરનું અંતર માત્ર 6 થી 6.25 કલાકમાં પૂર્ણ કરશે. ટૂંક સમયમાં લોકોને પણ તેનો લાભ મળતો થઈ જશે. ત્યારે 180 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડતી આ ટ્રેન અમદાવાદથી મુંબઈ ફક્ત 6 કલાકમાં જ મુસાફરોેને મુંબઈ અને મુંબઈથી અમદાવાદ પહોચાડી દેશે. મળતી માહીતી મુજબ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. તેમજ એક દિવસ બંધ રહેશે.

ટાઈમ સીડ્યુલ

અમદાવાદથી આ ટ્રેન સવારે 7.25 કલાકે ઉપડી બપોરે 1.30 કલાકે મુંબઈ પહોંચી જશે.
તેમજ મુંબઇથી આ ટ્રેન બપોરે 2.40 કલાકે ઉપડીને રાતે 9.05 કલાકે અમદાવાદ પહોંચશે.

આ સાથે જ વડોદરા અને સુરત ખાતે આ ટ્રેનનું સ્ટોપેજ રાખવામાં આવનાર છે.

અનેક સુવિધાઓથી સજ્જ

આ ટ્રેનમાં વધુ સંખ્યામાં પેસેંજર મુસાફરી કરી શકશે
અલગ અલગ 16 કોચ તૈયાર કરવામાં આવ્યા છે
ટ્રેનની સીટ 180 ડિગ્રી સુધી ફરી શકશે
તેમજ એસીની પણ સુવિધા કરવામાં આવી છે
સીસીટીવી અને જીપીએસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

Back to top button