ગુજરાત
ભાણવડ: તલાટીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું
દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા અને શિવા આંબરડી ગામના તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરતા આધેડે આત્મહત્યા કરી છે. તલાટીએ ફરજ પર જ જંતુનાશક દવા પીને જીવન ટૂંકાવી દેતા ચોતરફ ચકચાર મચી ગઈ છે.
તલાટીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું
ભાણવડના વેરાડ ગામના રહેવાસી અને શિવા આંબરડી ગામમાં તલાટી કમ મંત્રી તરીકે કામ કરતાવિનોદભાઈ અઘેરાએ કોઈ કારણોસર આપઘાત કરી લીધો છે. ફરજ પર જ વિનોદ અઘેરાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ થતા જ ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108 દ્વારા વિનોદભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે હાજર ડોકટરે વિનોદભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકના પરિજનોની પુછપરછ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે