ટોપ ન્યૂઝનેશનલ

SCએ ગોવાના કર્લીઝ ક્લબના ડિમોલિશન પર લગાવી રોક, અહીં સોનાલી ફોગાટનું થયું હતું મોત

Text To Speech

સુપ્રીમ કોર્ટે ગોવા સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે CURLIES ક્લબને તોડી પાડવાની પ્રક્રિયા પર સ્ટે મૂક્યો છે. આ એ જ ક્લબ છે જ્યાં પાર્ટીમાં બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.

SCએ ગોવાના કર્લીઝ ક્લબના ડિમોલિશન પર લગાવી રોક

ગોવાના કર્લીસ ક્લબને તોડી પડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. ત્યાં જ સુપ્રીમ કોર્ટે ક્લબને તોડવાની કામગીરી પર સ્ટે મૂકી દીધો છે. આ એ જ ક્લબ છે. જ્યાં બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું મોત થયું હતું. ત્યારબાદ ગોવા પ્રશાસને NGTના આદેશ પર ક્લબને તોડી પાડવાનો નિર્ણય લીધો હતો. આજે વહીવટીતંત્ર દ્વારા ત્રણ બુલડોઝર લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ક્લબે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. ક્લબ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ હુઝૈફા અહમદીએ એનજીટીના આદેશને પડકાર્યો હતો. જેને પગલે એનજીટીએ રેસ્ટોરન્ટને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.

સોનાલીને પીણામાં ડ્રગ્સ આપવામાં આવ્યું હતું

પોલીસના જણાવ્યા અનુસાર સોનાલી ફોગાટ 22 ઓગસ્ટે ગોવા આવી હતી. તે અંજુના હોટેલ ગ્રાન્ડ લિયોની રિસોર્ટમાં રોકાઈ હતી. 22-23 ઓગસ્ટે કર્લીઝ ક્લબમાં પાર્ટી હતી. આ પાર્ટીમાં સોનાલી પણ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ પાર્ટીમાં તેને કોઈ ડ્રિંકમાં ડ્રગ્સ ભેળવવામાં આવ્યું હતું. સોનાલી કર્લીઝ ક્લબમાં પાર્ટી કરીને હોટલમાં આવી હતી. અસ્વસ્થતાની ફરિયાદ બાદ 23 ઓગસ્ટની સવારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.

Back to top button