Ind vs AFG: ભારતની 101 રનથી ‘વિરાટ’ જીત, વિરાટે ફટકારી સદી
ભારત અને અફઘાનિસ્તાન બંને દેશની એશિયા કપ માટેની સફર પૂરી થઈ છે. બંને ટીમો આ સાથે જ હવે સ્વદેશ પરત ફરશે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન દર્શાવ્યું આજની મેચમાં. ભારતીય ટીમ ના ચાહકો સુપર ફોરની આગળની બંને મેચમાં પણ આવું જ પ્રદર્શન ઇચ્છતા હશે. વિરાટ કોહલી અને ભૂવનેશ્વર કુમારનુ આ શાનદાર પ્રદર્શન જોવા મળ્યુ. ટી20 વિશ્વ કપ પહેલા કોહલી સદી નોંધાવી હવે તે ફુલ ફોર્મમાં જોવા મળ્યો છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરની 71મી સદી ફટકારી છે. કોહલીની આ શાનદાર સદીની મદદથી ભારતે અફઘાનિસ્તાનને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ આઠ વિકેટે 111 રન જ બનાવી શકી હતી. એટલે કે ભારતે આ મેચ 101 રને જીતી લીધી હતી.
એશિયા કપની શરૂઆતની 2 મેચોમાં પાકિસ્તાન અને હોંગકોંગને હરાવી ભારતે સુપર 4માં પ્રવેશ મેળવ્યો હતો. પણ સુપર 4ની પહેલી મેચમાં પાકિસ્તાન સામે તેમજ 2જી મેચમાં શ્રીલંકા સામે કારમો પરાજય મળ્યો હતો. જેથી એશિયાકપની ફાઈનલમાં આવવાનું ભારતીય ટીમનું સપનું ચકનાચુર થાય ગયું હતું. પણ આજે ભારતીય બોલરો અને બેસ્ટમેને સારો દેખાવ કરી અફઘાનિસ્તાનની ટીમ સામે 212 રનનો ટાર્ગેટ આપી દીધો. રન ચેઝ કરતાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ 111 રન જ કરી શકી હતી.
The milestone we'd all been waiting for and here it is!
71st International Century for @imVkohli ????????#AsiaCup2022 #INDvAFGpic.twitter.com/hnjA953zg9
— BCCI (@BCCI) September 8, 2022
ભારતની જીત વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમારના નામે
આજે ભારતે પોતાની એશિયા કપ 2022ની યાત્રાનો અંત જીત સાથે કર્યો હતો. દુબઈમાં રમાયેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 101 રને હરાવી જીત હાંસલ કરી હતી. આ વખતની ભારતની જીત વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમારના નામે રહી હતી. મેચમાં કોહલીએ અણનમ 122 રન બનાવી શાનદાર ઇનિંગ રમી હતી. જેની સાથે કોહલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ 71મી સદી હતી. બીજી તરફ ભુવનેશ્વર કુમારે માત્ર 4 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. આ ઇનિંગના અફઘાનિસ્તાનની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને પાવરપ્લેમાં જ પાંચ વિકેટ ગુમાવી હતી. ભુવનેશ્વરએ હઝરતુલ્લાહ જઝઈ, રહેમાનુલ્લા ગુરબાઝ, કરીમ જનાતઅને નજીબુલ્લાહ ઝદરાન,અજમતુલ્લા ઓમરઝાઈની વિકેટ લીધી હતી.અને અર્શદીપ સિંહે મોહમ્મદ નબીને પેવેલિયન પરત કર્યો હતો.
આ પણ વાંચો: મહારાણી એલિઝાબેથના પાર્થિવદેહને રોયલ ટ્રેનથી લવાશે, બ્રિટનમાં 10 દિવસનો રાષ્ટ્રીય શોક