પાલનપુર : ડીસામાં બાપ્પાને 56 ભોગ, થેરવાડામાં ગણેશ વિસર્જન
પાલનપુર : ડીસા- પાટણ હાઇવે સ્થિત શ્યામ બંગ્લોઝ ભાગ 2 ડીસામાં ગણેશ ઉત્સવનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું. આ મહોત્સવમાં દાતાઓના ભરપૂર સહયોગ દ્વારા શ્રીજીની મૂર્તિ,મંડપ,સાત દિવસ નો નાસ્તો ફુલહાર, પ્રસાદી ,પૂજાપો ,ઇનામો આપવામાં આવ્યા. માતાઓ, બહેનો, દીકરા, દીકરીઓ,સિનિયર સીટીઝન, ભૂલકાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થી સન્માન, વિશિષ્ટ કાર્ય કરનાર, દાતાઓ, કમિટીના સભ્યો,ભૂતપુર્વ હોદ્દેદારોનું સન્માન તેમજ ઇનામ આપવામાં આવ્યા.
ગણપતિ બાપ્પાને 56 ભોગ
જ્યારે રાત્રે ગણેશજીને 56 ભોગ ધરાવાનો વિશેષ કાર્યક્રમ અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રહીશો જોડાયા હતા. બાદમાં વાજતે-ગાજતે ડીસા ખાતેની બનાસ નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ પ્રમુખ,મંત્રી, ઉપપ્રમુખ તેમજ સ્વયંસેવકો બ્લોકના સભ્યો સલાહકાર સમિતિ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
થેરવાડામાં ગણેશ વિસર્જન
ડીસાના થેરવાડા ગામમાં ગણપતિ યુવક મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ નું આયોજન કરવામા આવ્યું હતુ. જેમાં બાપ્પા ની મુર્તિની સ્થાપના કરી પૂજા-અર્ચના અને આરતી કરી ગ્રામજનો દ્વારા રાત્રે રાસ -ગરબા આયોજન કરવામાં આવ્યું. આઠ દિવસ ગણપતિ દાદાની પૂજા કરીને નવ દીવસ બાદ ગુરુવારે ગામમાં ડી.જે. ના તાલે શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. જે ગામના માર્ગો ઉપર ફરી હતી.અને ત્યારબાદ ગામના તળાવમાં બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.