ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાથી 18 સાયકલીસ્ટ છ કલાકમાં અંબાજી પહોંચ્યા

Text To Speech

પાલનપુર :અંબાજી ખાતે સોમવારથી શરૂ થયેલા ભાદરવી મહા મેળામાં અનેક માઇ ભક્તો દૂર દૂરથી પદયાત્રા થકી અંબાજી પહોંચી રહ્યા છે. અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કેટલાક માઈ ભક્તો પોતાની માનતા કે આખડી છોડવા પણ માના ચરણોમાં પહોંચે છે. ત્યારે ડીસાથી 18 સાઈકલીસ્ટ સભ્યોનું ગ્રુપ પણ ડીસાથી 85 કિલોમીટર દૂર આવેલ મા અંબાના ધામમાં દર્શન માટે નીકળ્યા હતા. કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપીને આ સાઈકલીસ્ટ છ કલાકમાં અંબાજી પહોંચ્યા હતા. માર્ગમાં આવતા ત્રિસુલીયા ઘાટના કપરા ચડાણો પાર કરીને સાયકલ ઉપર માના દર્શન માટે જવાનું સાહસ કેળવીને માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Back to top button