ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના વડલાપુરા ગામે વિકાસ કામોમાં કરાયા ભ્રષ્ટાચારના આક્ષેપો

Text To Speech

પાલનપુર : ડીસા તાલુકાના વડલાપુરા ગામે વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ થઈ છે. ગામના માજી સરપંચ દ્વારા વિકાસનાં કામો કાગળ પર થતાં હોવાના ગંભીર આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી કરી છે. તેમજ ગામના વિકાસ કામો અંગે ગામના આગેવાનો અને ગ્રામજનોને પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ તેવી વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી હતી.

છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયત કચેરીઓમાં વિકાસનાં કામોમાં ભષ્ટ્રાચાર થતો હોવાની બુમરાણ ઉઠવા પામી છે. ત્યારે ડીસા તાલુકાના વડલાપુરા ગ્રામ પંચાયતના માજી સરપંચે પણ ગ્રામ પંચાયતની કચેરી દ્વારા થતાં વિકાસનાં કામોમાં ગેરરીતિ અને કોઈપણ જાતની લોકોને જાણકારી આપ્યા વગર વિકાસના કામો કાગળ પર થતાં હોવાને લઇને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. ત્યારે માજી સરપંચ માવજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, વડલાપરા ગામે તેઓ સરપંચ પદે હતા.

ત્યારે દરેક વિકાસનાં કામોને લઈને ચુંટાયેલા સભ્યો અને ગ્રામજનો સાથે મળીને કામો થતાં હતા. પરંતુ અત્યારે વડલાપરા ગામ પંચાયત દ્વારા વિકાસના કામો કરવા માટે કોઈ સભા બોલાવવામાં આવતી નથી, અને કોઈ જાણકારી પણ આવતાં નથી. જેથી તેમની માંગણી છે કે, ગ્રામ પંચાયત કચેરી દ્વારા થતાં વિકાસનાં કામોની માહિતી દરેક નાગરીક સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Back to top button