ગાદલા પર જ ફિટ થઇ જશે આ AC, મિનિટોમાં આપશે ઠંડક, કિંમત પણ છે ઘણી ઓછી
સ્પ્લિટ એર કંડિશનર અને વિન્ડો એર કંડિશનર તમામ લોકોએ જોયા જ હશે. આવા એર કંડિશનર ફક્ત ઘરની બારી કે દિવાલ પર જ સ્થાપિત કરી શકાય છે. વળી આ બંને પ્રકારનાં એર કંડિશનર ઠંડક આપવા માટે થોડો સમય તો લે છે. હાલ ગરમીનો પારો અધધધ ઉંચો જોવામાં આવે છે, ત્યારે આવી સ્થિતિમાં, લોકોને રૂમ કરતા પોતે જેના પર સૂવે છે તે ગાદલામાં જ એર કંડિશનર ફિટ થાય અને ગાદલું જ ઠંડુ ગાર કરી દે તેવું એર કંડિશનર મળી જાય તો કેવું અદ્દભૂત લાગે.
બસ આજે અમે પણ તમારા માટે કંઇક આવા જ એર કંડિશનર વિશેની જણકારી લઇને આવ્યા છીએ. જે એર કંડિશનર તમારા પલંગના ગાદલા પર જ ફિટ થઈ જાય છે અને તેના પર સૂતા જ જરા પણ સમય લીધી વિના ચિલીંગ ઠંડક આપવાનું શરૂ કરે છે.
ઈન્ડિવિજ્યુઅલ ટેમ્પરેચર કંટ્રોલ, વાયરલેસ રિમોટ ઈન્ટિગ્રેશન કૂલિંગ અને હીટિંગ મેટ્રેસથી સજ્જ છે આ ટચૂકડુ એર કંડિશનર બજારમાં ફક્ત 15,000 કે 16,000 રૂપિયાની વચ્ચે ખરીદી શકાય છે. આપને જણાવી દઈએ કે આ એર કંડિશનર એક નહીં પરંતુ બે યુનિટથી બનેલું છે. એકવાર આ બે યુનિટ મળ્યા પછી, આ એર કંડિશનર પૂર્ણ થઈ જાય છે.
કેવી રીતે કામ કરે છે – આ એર કંડિશનર વાસ્તવમાં એક ગાદલું કે મેટ્રસ સાથે આવે છે, જેની સાથે તેને કનેક્ટ કરી શકાય છે. પાઇપની મદદથી, તે એર કંડિશનર ગાદલું કે મેટ્રેસ સાથે જોડાયેલ છે જેને બેડ પર પાથરી શકાય છે. આ પછી એર કંડિશનર ઠંડુ થવા લાગે છે. વાસ્તવમાં, આ ઠંડી હવા સીધી ગાદલાની અંદર જવાનું શરૂ કરે છે, ત્યારબાદ તે ઠંડુ થવા લાગે છે અને તે પછી જો કોઈ વ્યક્તિ તેના પર સૂઈ જાય છે તો તેને ઠંડકનો અનુભવ થવા લાગે છે. આ પ્રકારનું એર કંડિશનર પલંગના ગાદલાને ઠંડુ કરે છે. જો કે, આ ટેક્નોલોજીથી મોટાભાગના લોકો વાકેફ નથી. પરંતુ હવે તમે જાણો છો આ કમાલનાં ટચૂકડા એર કંડિશનર વિશે તો પછી ગરમી અને ગરમીથી થતી પરેશની ગાયબ…