કેવી રીતે થયો સાયરય મિસ્ત્રીની કારનો અક્સમાત : શું આવ્યો રિપોર્ટ
સાયરસ મિસ્ત્રીનું રવિવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે અમદાવાદથી મુંબઈ પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની કાર મુંબઈથી 100 કિ.મી પહેલા ડિવાઈડર સાથે અથડાતા સાયરસ મિસ્ત્રીનું મોત થયું હતુ. ત્યારે આ કારમાં ચાર લોકો સવાર હતા જેઓ હાલ સારવાર હેઠળ છે. જેમાં અનાયતા નામક યુવતી વાહન ચલાવી રહી હતી.
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કારના અકસ્માતના કેસમાં મર્સિડીઝ કંપની અને આરટીઓ વિભાગે તેમનો પ્રાથમિક તપાસ રિપોર્ટ પોલીસને સોપ્યો છે . ત્યારે અકસ્માત પહેલા મર્સિડીઝ કંપનીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. અનાહિતા પંડોલે એ અકસ્માતના 5 સેકન્ડ પહેલા બ્રેક લગાવી હતી . તેમજ વિગતવાર માહિતી મળી રહે તે માટે બહારથી ટીમ બોલાવવામાં આવશે.
હોંગકોંગની ટીમ આવીને તપાસ કરશે:
પાલઘર પોલીસે મર્સિડીઝ કંપનીને પૂછ્યું હતુ કે શું અનાહિતાએ 100 કિમીની ઝડપે બ્રેક લગાવી હતી, તે પહેલાં પણ અનાહિતાએ બ્રેક લગાવી છે કે તો ક્યારે, જેને લઇને અનેક પ્રશ્રો ઉભા થયા છે. ત્યારે આ વિશે વધુ માહિતી માટે, કંપની 12 સપ્ટેમ્બરે કારને તેના શોરૂમમાં લઈ જશે. અને ત્યાં લઇ જઇને નિરીક્ષણ કરવામાં આવશે
RTOએ પોતાના રિપોર્ટમાં શું કહ્યું?:
આરટીઓએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે જ્યારે અકસ્માત થયો ત્યારે ચાર એર બેગ ખુલી હતી.