માં પરમેશ્વરી સેવા કેમ્પ : ચોખ્ખા ઘી ના શીરાનું પદયાત્રીઓને જમણ પીરસાયું
પાલનપુર: ડીસાના નવયુવકો છેલ્લા કેટલાક વર્ષોથી ભાદરવી પૂનમના મહા મેળામાં ચાલતા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરે છે. જેમાં અંબાજી જતા માર્ગ પર શિવધામ સામે માં પરમેશ્વરી પદયાત્રા સેવા કેમ્પનો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. આ કેમ્પનો પ્રારંભ લશ્કરના જવાનના વરદ હસ્તે પદયાત્રીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કેમ્પના નવ યુવાનો દ્વારા પદયાત્રીઓ માટે સવારે પુરી, ચણા, શાક, દાળ -ભાત અને મિષ્ઠાન તેમજ સાંજના સમયે પુરી, શાક, ખીચડી -કઢી અને ચોખ્ખા ઘીના શીરાનું જમણ પીરસવામાં આવ્યું હતું. જ્યારે સેવા કેમ્પની મુલાકાતે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ટપ્પુ (ભવ્ય ગાંધી)એ પણ મુલાકાત લીધી હતી. આ સમયે આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો સેવા કેમ્પના સ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે કેમ્પનો હજારો પદયાત્રીઓએ લાભ લીધો હતો.
આ પણ વાંચો: બાંગ્લાદેશના PM ભારત પ્રવાસે, રાજસ્થાની નૃત્ય પર લગાવ્યા ઠુમકા