સેવા : ડીસાના થેરવાડામાં લમ્પીગ્રસ્ત ગાયોની વ્હારે ગૌ સેવા સંમતિ મંડળ
પાલનપુર: ડીસા તાલુકાના થેરવાડા ગામે યુવકો દ્વારા ગાયોને લમ્પી વાયરસથી બચાવવા માટે ગામ સ્માશન ભુમિ પર નિરાધાર ગાયની સારવાર ચાલુ કરી છે.
સ્માશન ભુમિ પર નિરાધાર ગાયની કરાય છે સારવાર
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લમ્પીગ્રસ્ત ગાયોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગાયોમાં વધતા જતા વાયરસના કારણે અત્યાર સુધી અસંખ્ય ગાયો મોતને ભેટી છે. જેથી પશુપાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા વાયરસને અટકાવવા માટે વેકસીન અપાઈ રહી છે. તેમ છતાં પણ સતત પશુઓમાં સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે હવે થેરવાડા ગામના ગૌ સેવા સંમતિ દ્વારા યુવકોએ લમ્પી વાયરસથી પીડિત પશુઓને બચાવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે.
આ પણ વાંચો: રેવડી કલ્ચર મુદ્દે CR પાટીલના કેજરીવાલ પર આકરા પ્રહાર, કઈ વિચાર્યા વગર એમને એમ જ વચન..
આયુર્વેદીક દવાથી કરાય છે સારવાર
લમ્પીગ્રસ્ત પશુઓને આયુર્વેદિક દવાઓ આપવાની શરૂવાત કરી છે. તે ઉપરાંત થેરવાડાના યુવાનો દ્વારા ગાયોને બચાવવા માટે જાતે જ સ્માશનભૂમિ ખાતે 150 જેટલી ગાયોને લાવી સારવાર આપવાની શરૂવાત કરી છે. આ યુવાનોએ એક સેવાકીય અભિયાન શરૂ કરતા લોકો પણ તેમની સેવાને બિરદાવી અને તેમના અભિયાનમાં જોડાઈ રહ્યા છે. રાત-દીવસ નિરાધાર ગાયોને ઘાસચારો દાતાઓ દ્વારા પુરો પાડવામાં આવે છે. જ્યારે ગામના પશુ ડો. મહેશભાઈ ચૌધરી તેમજ ગૌ સેવા સંમતિ ની ટીમ દ્વારા ગાયો દેખરેખ રાખવામા આવે છે.