ડીસા તાલુકાના ઝેરડા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં સરપંચપતિ તલાટી સાથે કોઈ કામ બાબતે બબાલ કરી રહ્યા છે.અને જોતજોતામાં બબાલ ઉગ્ર બનતા સરપંચપતિ આવેશમાં આવી જાય છે અને તલાટીને ગાળો બોલવા લાગે છે.
ડીસાના સરપંચપતિની દાદાગીરી, તલાટીને ગાળાગાળી કરી પંચાયત ઓફિસને માર્યું તાળું#Deesa #Palanpur #Talati #Sarpanch #Gujarat #GujaratiNews #Humdekhengenews pic.twitter.com/qmqdB1Md6m
— Hum Dekhenge News (@humdekhengenews) September 8, 2022
તલાટીને ગાળાગાળી કરી પંચાયત ઓફિસને માર્યું તાળું
ડીસા તાલુકાના ઝેરડા ગામે હાલમાં તલાટી તરીકે ગજુભાઈ ગુર્જર ફરજ બજાવી રહ્યા છે. કોઈ કામ બાબતે સરપંચના પતિ અને તલાટી વચ્ચે રકઝક થઈ જાય છે. એ દરમિયાન ગ્રામપંચાયતની ઓફિસમાં જ સરપંચ જેબરબેન રબારીના પતિ પીરાભાઈ રબારી ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ઓફિસની અંદર લોકોની સામે જ તલાટીની સાથે જેમ તેમ બીભત્સ વર્તન કર્યું હતું. સરપંચ પતિએ અરજદારોની સામે ગાળો બોલી હતી. એટલું જ નહીં પરંતુ તલાટીને ચોર કહી ઓફિસમાંથી જતા રહેવાનું કહ્યું હતું. બાદમાં સરપંચપતિએ તલાટીને ઓફિસમાંથી કાઢી મૂકી ઓફિસને તાળું મારી ચાવી પણ લઈ લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તલાટીમંડળમાં ભારે નારાજગી જોવા મળી રહે છે.