વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને આજે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આગામી 21 અને 22ના રોજ મળનારા ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ અનેક પ્રશ્નોને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરે તેવી સંભાવના છે. જેના કારણે આ બે દિવસનું ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી શક્યતા છે. આ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સરકારની સામે પ્રજાના પ્રશ્નોને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
આ સત્રમાં મોંઘવારી, બેરોજગારી, પોલીસ ગ્રેડ પે, લઠ્ઠાકાંડ, કાયદો અને વ્યવસ્થા, સરકાર સામે લડી રહેલા કર્મચારીઓનો મુદ્દો અને વિવિધ આંદોલનો સહિતના મુદ્દે વિધાનસભાના ફ્લોર પર સરકારને ધેરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાના અંતિમ દિવસે અડધા ડઝનથી વધુ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે.
બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ રાજ્યપાલ સમક્ષ ચોમાસુ સત્ર બોલાવવા માટે થઈને આહવાન મોકલી આપવામાં આવ્યું છે. જેને લઇને આજે મોડી સાંજ સુધીમાં ગેઝેટ પ્રસિધ્દ થઇ શકે છે. ગેઝેટ પ્રસિદ્ધ થવાની સાથે જ વિધિવત ચોમાસા સત્રની જાહેરાત થઈ જશે. આ સત્ર દરમિયાન ગુજસીટોકને ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એન્ડ એડમેન્ટ એક્ટ લાવવામાં આવનાર છે. ગુજરાત જીએસટી સુધારા વિધેય 2022, ગુજરાત મ્યુનિસિપાલિટી સુધારા વિધેક 2022, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક 2022 વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયકનો ઉદ્દેશ રાજ્યમાં અન્ય ઠેકાણે ચાલતી લો કોલેજને નેશનલ યુનિવર્સિટી સાથે સાંકળવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો : વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ભગવાન શિવનું કર્યું અપમાન, લોકોમાં ભારે આક્રોશ