ગુજરાતટોપ ન્યૂઝ

પીએમ મોદીએ સુરતીઓના કર્યા ભરપેટ વખાણ, જાણો શું કહ્યું સુરતીલાલાઓ વિશે..

Text To Speech

PM નરેન્દ્ર મોદીએ આજે ​​સુરતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. પીએમએ કહ્યું કે ગુજરાતમાં 97 ટકા ગ્રામીણ પરિવારોને નળનું પાણી મળી રહ્યું છે. પીએમ-કિસાન સન્માન નિધિ હેઠળ દેશના ખેડૂતોના ખાતામાં 2 લાખ કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

સેવાની ભાવના સુરતની જનતા પાસેથી જાણી શકાય છે: PM

કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સુરતની સદભાવના, સુરતની જનતાની દૃઢતા અને સંકલ્પશક્તિ પ્રશંસનીય છે. પીએમએ કહ્યું કે ગુલામીના સમયમાં સુરત દેશના પ્રથમ એવા સ્થળોમાંનું એક હતું જ્યાં મીઠાના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સેવાની ભાવના શું હોય છે, તે સુરતની જનતા પાસેથી જાણી શકાય છે.

PM મોદીએ સુરતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સુરતમાં ઓલપાડ ખાતે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વીડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કર્યો હતો.

Back to top button