ગુજરાત

વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ મેદાનમાં, રાહુલ અને પ્રિયંકા ગાંધી નવરાત્રીમાં ગુજરાત ગજવશે

Text To Speech

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે.ત્યારે હવે કોંગ્રેસે પણ તૈયારીઓ હાથ ધરી દીધી છે. વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાત પ્રવાસ શરૂ કરી દીધા છે. નવરાત્રી દરમિયાન રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સાથે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. મહાનગરોમાં રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી ગરબા કાર્યક્રમમાં જોડાઈ શકે છે.

Congress
Congress

કોંગ્રેસે ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા આરંભી દીધી છે. સોમવારે મળેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે જેઓ કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા માગે છે તેઓ 12 સપ્ટેમ્બર સુધીમાં પોતાનો બાયોડેટા જિલ્લા સમિતિને મોકલી શકે છે.   15 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા સમિતિ પ્રદેશ સમિતિને દાવેદારોના બાયોડેટા મોકલી દેશે ત્યારબાદ 21 થી 23 તારીખે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે.  આમ ઉમેદવાર પસંદગીનો કાર્યક્રમ 23 સુધીમાં પૂર્ણ થશે.

મિશન 2024 પહેલા કૉંગ્રેસના ‘ચિંતન’ની કસોટી

પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફ્રરન્સ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે  કૉંગ્રેસના સીટિંગ ધારાસભ્યોએ બાયોડેટા આપવાનો રહેશે નહીં. જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી કે સ્ક્રીનિંગ કમિટીની તમામ બેઠક અમદાવાદમાં જ મળશે. આથી કોઈપણ દાવેદારે દિલ્લી જવાની જરૂર નથી. ઉમેદવારની પસંદગીની તમામ પ્રક્રિયા અમદાવાદમાં જ થશે. કૉંગ્રેસને ડર સતાવી રહ્યો છે કે, ઉમેદવાર જાહેર થતાં જ ક્યાંક પાર્ટીમાં કંકાસ શરૂ ન થાય. આ માટે સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ડેમેજ કંટ્રોલ ટીમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી એક મહિનામાં તમામ વિધાનસભા બેઠક દીઠ ડેમેજ કંટ્રોલ કમિટી બનાવાશે. સાથે જ તાલુકા, જિલ્લા અને પ્રદેશ કક્ષાએ પણ ડેમેજ કંટ્રોલ કમિટી રચાશે.

આ પણ વાંચો :

Back to top button